• પ્રભાસ અને પૃથ્વીરાજની ફિલ્મ ઓનલાઈન પાયરસીનો બની શિકાર
  • ફિલ્મ ઓનલાઈન લીક થવાથી બિઝનેસ પર અસર થવાની શક્યતાઓ
  • ફિલ્મને દર્શકોનો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે

વર્ષ 2023ની સૌથી વધુ રાહ જોવાતી એક્શન ડ્રામા ફિલ્મ સાલાર સિનેમાઘરોમાં 22 ડિસેમ્બરે રીલિઝ કરી દેવામાં આવી છે. સાલારે પહેલા દિવસે રેકોર્ડબ્રેક કમાણી કરીને શાહરુખ ખાનની ડંકીને ચેલેન્જ આપી છે. પણ તાબડતોડ કમાણીની સાથે સાલારના મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ ઓનલાઈન પાયરસીનો શિકાર બની છે. એવામાં ફિલ્મના બિઝનેસ પર અસર થવાની શક્યતાઓ વધારે જોવા મળી રહી છે.

પાયરસીનો શિકાર બની પ્રભાસની સાલાર

એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ સાલારને ટેલિગ્રામ, તમિલરોકર્સ, મૂવીરુલ્ઝ, ફિલ્મીઝિલા જેવી ઘણી સાઇટ્સ પર એચડી વર્ઝનમાં પાયરેટ કરવામાં આવી છે. પાયરસી શિકાર બનવાથી સાલારની કમાણી પર નકારાત્મક અસર પડી શકે છે. પ્રભાસ-શ્રુતિ હસન-પૃથ્વીરાજ સુકુમારન અભિનીત ફિલ્મ સાલારનો જાદુ ફિલ્મ ચાહકોના માથે ચડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મે ઘણા જૂના અને નવા રેકોર્ડ તોડ્યા છે. સાલારને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સાલારનું શાનદાર ઓપનિંગ જોઈને સ્ટાર્સ સાથે નિર્માતાઓ ખૂબ જ ખુશ હતા, જ્યારે અચાનક આ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા.

શું પહેલા દિવસની કમાણી 100 કરોડને પાર કરી ગઈ છે?

સાલારે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું છે. સોશિયલ મીડિયાથી લઈને થિયેટર સુધી ફિલ્મ ચાહકોમાં સાલાર વિશે ભારે ચર્ચા છે. પ્રશાંત નીલ દિગ્દર્શિત સાલારનું વિશ્વવ્યાપી કલેક્શન માત્ર રૂ. 100 નહીં પરંતુ રૂ. 150 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મની કમાણી અંગે મેકર્સ તરફથી કોઈ કન્ફર્મેશન આવ્યું નથી.

  • Follow us on: