સલમાન ખાને 8 વર્ષ પહેલા ખુલાસો કર્યો હતો કે તે ફક્ત મુસ્લિમ નથી. આ ઉપરાંત, તેમણે બે ધર્મોનો પણ ઉલ્લેખ કર્યો જેનું તેઓ પાલન કરે છે. તેણે કહ્યું હતું કે તે ત્રણ ધર્મોમાં માને છે. વર્ષ 2017માં કાળિયાર હરણ મામલે સુનાવણી દરમિયાન સલમાન ખાને તેના ધર્મ વિશે પૂછવામાં આવ્યું હતું. પછી અભિનેતા એ આ પ્રશ્નનો જવાબ ખૂબ જ આત્મવિશ્વાસ અને ગર્વ સાથે આપ્યો હતો. તેણે કહ્યુ હતુ કે તે હિન્દુ, મુસ્લિમ અને ભારતીય હોવાનો ધર્મ નિભાવે છે.


સલમાન ખાન હિન્દુ છે કે મુસ્લિમ?

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ સિકંદરને લઈને ચર્ચામાં છે. સુપરસ્ટારની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ઇદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. સિકંદર' ના ગીતો પહેલાથી જ ધૂમ મચાવી રહ્યા છે. જેમાં હોળી અને ઈદની ભવ્ય ઉજવણી જોવા મળી હતી. પણ શું તમે જાણો છો કે સલમાન ખાન ખરેખર કયા ધર્મનું પાલન કરે છે? સલમાન ખાને પોતે એક વાર ખુલાસો કર્યો હતો કે તે કયા ધર્મનું પાલન કરે છે. પછી તેણે કહ્યું હતું કે તે ત્રણ ધર્મોમાં માને છે. હકીકતમાં, 2017 માં કાળિયાર હત્યા કેસની સુનાવણી દરમિયાન, સલમાન ખાનને તેના ધર્મ વિશે પૂછવામાં આવ્યું હતું. પછી અભિનેતાએ આ પ્રશ્નનો જવાબ ખૂબ જ આત્મવિશ્વાસ અને ગર્વ સાથે આપ્યો હતો.

સલમાન ખાન કયા ધર્મનું પાલન કરે છે?

સલમાન ખાને કહ્યું હતું કે તે મુસ્લિમ છે અને હિન્દુ ધર્મમાં પણ માને છે. પરંતુ આ સાથે તેઓ ભારતીય છે અને આ તેમના માટે એક ધર્મ પણ છે. કોર્ટમાં જવાબ આપતી વખતે સલમાને પહેલા હિન્દીમાં કહ્યું હતું કે, હું હિન્દુ અને મુસ્લિમ બંને છું. હું ભારતીય છું. આ પછી તેણે અંગ્રેજીમાં કહ્યું હતુ કે, આઇ એમ એન ઇન્ડિયન.

પિતા સલીમ ખાને પણ સલમાનના ધર્મ વિશે વાત કરી

સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ તેમના પરિવાર અને તેમના બાળકોના ધર્મ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે એક વાર કહ્યું હતું કે તેઓ મુસ્લિમ છે અને તેમની પત્ની હિન્દુ છે, તેથી તેમના બધા બાળકોનો ઉછેર સ્વતંત્ર મૂલ્યો સાથે થયો છે. સલીમ ખાને કહ્યું હતું કે તેમના પરિવારમાં ઈદ અને ગણેશ ચતુર્થી બંનેનું મહત્વ છે. સલમાનના ધર્મ વિશે, તેણે કહ્યું હતું કે તે પોતાને ન તો હિન્દુ માને છે કે ન તો મુસ્લિમ. તે ફક્ત પોતાને સલમાન અને એક મનુષ્ય માને છે. 

  • Follow us on: