સિકંદર ફિલ્મને લઇને સલમાન ખાન અત્યારે ચર્ચામાં છે. ક્યારેક તે તેના સોન્ગને લઇને તો ક્યારેક તેના લુકને લઇને. જો કે હા ફિલ્મને લઇને વિવિધ મુદ્દાઓ પર લોકો સલમાન ખાનને ટ્રોલ કરી રહ્યા છે. જો કે આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યુ છે. ફિલ્મના ટ્રેલરને લોકો પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં સલમાનની ઓપોઝિટ રશ્મિકા મંદાના જોવા મળી રહી છે. ત્યારે સલમાન અને રશ્મિકાના એજગેપને લઇને ટ્રોલર્સને સલમાન ખાને બરાબરનો જવાબ આપ્યો છે


આપણે જાણીએ છીએ કે સલમાન ખાન 59 વર્ષના છે અને રશ્મિકા 28 વર્ષની. તેમની ઉંમરમાં 31 વર્ષનો તફાવત છે. કેટલાક લોકો આ ઉંમરના તફાવત અંગે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. વિવિધ વાતો કરી રહ્યા છે. ત્યારે હવે સલમાને તે લોકોને જવાબ આપ્યો છે. ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં સલમાને આ વિશે વાત કરી.

સલમાન ખાને શું કહ્યું?

સલમાન ખાને આ અંગે કહ્યુ કે મારી અને હિરોઇન વચ્ચે 31 વર્ષનો તફાવત છે. જ્યારે હિરોઇનને કોઈ સમસ્યા નથી. તેના પિતાને કોઈ સમસ્યા નથી. તો ભાઈ તમને કેમ તકલીફ છે. સાથે જ સલમાને ખાને કહ્યું કે તેના લગ્ન થઇ જશે, તેનું બાળક થશે તો હું તેની સાથે પણ કામ કરીશ. હા, હું તેની માતાની પરમિશન લઈશ." તે દરમિયાન રશ્મિકા પણ સ્ટેજ પર હાજર હતી. સલમાનની વાત સાંભળીને તે હસતી જોવા મળી હતી.


ફિલ્મમાં કોણ કોણ છે? 

આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના ઉપરાંત કાજલ અગ્રવાલ, સત્યરાજ અને શરમન જોશી પણ જોવા મળશે. એઆર મુરુગાદૉસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ઈદના અવસર પર 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સલમાનના મિત્ર અને નડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેઈનમેન્ટ કંપનીના માલિક સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં સાજિદ અને મુરુગાદૉસે પણ હાજરી આપી હતી.

સલમાન ખાનના બધા ચાહકો તેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે, તે લાંબા સમય પછી કોઈ ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ પહેલા તે છેલ્લે નવેમ્બર 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ 'ટાઈગર 3' માં જોવા મળ્યો હતો.


  • Follow us on: