- બિગ બોસ 18 શો ઓક્ટોબરથી શરૂ થશે
- બિગ બોસ ઓટીટી ટૂંક સમયમાં સમાપ્ત થશે
- પ્રથમ સ્પર્ધકના નામની પુષ્ટિ થઈ
બિગ બોસ ઓટીટી 3 માં અત્યારે જોરદાર લડાઈ ચાલી રહી છે. હાલમાં, શોમાં હાજર દરેક સ્પર્ધક પોતાની હાજરી નોંધાવવામાં વ્યસ્ત છે. ઘણા સ્પર્ધકો પણ શોમાંથી બહાર થઈ ગયા છે. સના સુલતાન અને અદનાન શેખની તાજેતરમાં જ એલિમિનેટ થઈ ગયા છે. આ પહેલા દીપક ચૌરસિયા શોમાંથી બહાર થઈ ગયો હતો.
અદનાન શેખે વાઈલ્ડકાર્ડ તરીકે શોમાં એન્ટ્રી કરી હતી અને એક અઠવાડિયામાં જ તે શોમાંથી બહાર થઈ ગયો હતો. બિગ બોસના પહેલા બે અઠવાડિયા ખૂબ જ બોરિંગ રહ્યા હતા પરંતુ બાદમાં અરમાન મલિક, રણવીર શૌરી અને અન્ય સ્પર્ધકોના વિવાદોએ શોને નવું વાતાવરણ આપ્યું હતું. અનિલ કપૂર આ શોને હોસ્ટ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસ ઓટીટી 3 ઓગસ્ટના પહેલા સપ્તાહમાં સમાપ્ત થશે.
ક્યારે શરુ થશે આ શો
બિગ બોસ 18 ના મેકર્સે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બિગ બોસ ખબરીના અપડેટ મુજબ, સલમાન ખાન સીઝન 18 હોસ્ટ કરતો જોવા મળશે. આ શો 5 ઓક્ટોબર, 2024થી શરૂ થઈ શકે છે. આ સિવાય શોના પહેલા કન્ફર્મ કન્ટેસ્ટન્ટનું નામ પણ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ દીપિકા કક્કરના પતિ શોએબ ઈબ્રાહિમ તેમાં ભાગ લઈ રહેલા સ્પર્ધક છે.
https://www.instagram.com/p/C9w3b7wMzrI/?utm_source=ig_embed&ig_rid=e67c8ec0-76ad-4d15-8686-a5df9eb33b8b
આ શોમાં જોવા મળ્યો એક્ટર
તમને જણાવી દઈએ કે દીપિકા કક્કરને લોકપ્રિય સીરિયલ સસુરાલ સિમર કા થી ઘર-ઘરમાં ઓળખ મળી હતી. આ સિવાય તે બિગ બોસ 12માં પણ જોવા મળી છે. તેણે આ સિઝનમાં પણ જીત મેળવી હતી. આ સિવાય શોએબ ઝલક દિખલા જા 11માં જોવા મળ્યો હતો. શોએબ મલિકે મનીષા રાની અને અદ્રિજા સિન્હા સાથે ટોપ 3માં સ્થાન મેળવ્યું હતું. પરંતુ બિહારની મનીષા રાનીએ જીત મેળવી હતી.