- જવાનનો જાદુ સિનેમાઘરોમાં સતત જોવા મળી રહ્યો છે
- આસ્ક એસઆરકે સેશનનું કિંગ ખાને કર્યું આયોજન
- શાહરૂખે અબરામને લઇને આપ્યો જોરદાર જવાબ
સુપરસ્ટાર શાહરૂખ ખાનની જવાનનો જાદુ સિનેમાઘરોમાં સતત જોવા મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થયાના 16 દિવસ બાદ પણ દર્શકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં પહોંચી રહ્યા છે. આ ફિલ્મ વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાના આંકડાની નજીક પહોંચી ગઈ છે. શાહરૂખ ખાન પોતાની ફિલ્મ સાથે એક મોટો ઈતિહાસ રચવાની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મની શાનદાર સફળતા વચ્ચે શાહરૂખ ખાને ટ્વિટર પર આસ્ક એસઆરકે સેશનનું આયોજન કર્યું હતું. જ્યાં તેણે તેના ચાહકોના સવાલોના જવાબ આપ્યા હતા.
આ સેશન દરમિયાન એક પ્રશંસકે પૂછ્યું કે જવાનને જોઈને અબરામ શું બોલ્યો? શાહરૂખે તેને રમૂજી રીતે જવાબ આપ્યો અને કહ્યું કે અબરામને વિજય સેતુપતિ સાથેની તેની લડાઈ પસંદ છે. “બાપ-બાપ હોતા હૈ..!! ના, ના, હું મજાક કરી રહ્યો છું. તેને મોટા માણસ સાથેની લડાઈ ગમતી…તેને ક્લાઈમેક્સ ગમ્યો. અન્ય એક યુઝરે શાહરૂખ ખાનને જવાનની રૂ. 1000 કરોડની સક્સેસ પાર્ટીના લોકેશન વિશે પૂછ્યું. શાહરૂખે ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, પઠાણના ઘરમાં બીજુ ક્યાં!













