'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 16 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોના પાત્રો જેઠાલાલ, ભીડે, સોઢી, અય્યર, મહિલા મંડળ અને ટપ્પુ સેના તેમની એક્ટિંગથી પ્રભાવિત કરે છે. પરંતુ ઘણા લોકપ્રિય કલાકારો છે જેમણે હવે શો છોડી દીધો છે, પરંતુ દર્શકો તેમને હજુ પણ યાદ કરે છે. આમાંથી એક નામ દિશા વાકાણી અને શૈલેષ લોઢાનું છે. દરેક લોકો દયાભાભીના કમબેકની રાહ જોઈ રહ્યા છે, ત્યારે એક્ટ્રેસ તેના પરિવાર સાથે વ્યસ્ત છે. શું તમે જાણો છો કે શૈલેષે લગ્ન દરમિયાન દયાભાભીને ઘણી ટિપ્સ આપી હતી.


આ કલાકારોએ દિશા વાકાણીના લગ્નમાં આપી હતી હાજરી

દિશા વાકાણીએ 2015માં મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં TMKOCની કાસ્ટ અને ક્રૂ હાજર રહ્યા હતા. દિલીપ જોશી, મુનમુન દત્તા, શૈલેષ લોઢા, નેહા મહેતા, અસિત કુમાર મોદી, મંદાર ચાંદવાડકર, રાજ અનડકટ અને ભવ્ય ગાંધી જેવા દિશાના કો એક્ટર્સ આ ભવ્ય કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.

શૈલેષ લોઢાએ દિશા વાકાણીને લગ્ન અંગે શું સલાહ આપી?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 14 વર્ષ સુધી લીડ રોલ કરનાર શૈલેષે દુલ્હન બનવાની દિશાને લગ્નની ટિપ્સ આપી હતી. તેને કહ્યું હતું કે, "તેના જીવનમાં ઘણી બધી સાચી ઘટનાઓ બની છે, આનાથી વધુ સારું શું હોઈ શકે?" એક્ટર-કવિએ દિશાને એક અદ્ભુત વ્યક્તિ ગણાવી અને વધુમાં કહ્યું કે “આજે ખૂબ જ ખુશ છું, કારણ કે તે લગ્ન કરવા માટે ખૂબ જ ઉત્સુક હતી. "આખરે તેનો ડી ડે આવી ગયો."

જ્યારે શૈલેષે દિશાને લગ્ન પછી આ કામ ન કરવાનું કહ્યું

તેમની કો એક્ટ્રેસને સુખી દાંપત્યજીવનની શુભેચ્છા પાઠવતા શૈલેષ લોઢાએ કટાક્ષ કર્યો, "તમારી પર્સનલ લાઈફમાં ખૂબ ખુશ રહો, ખુશ રહો અને ત્યાં 'હે મા માતાજી' ના બોલો." તેને એવી આશા પણ વ્યક્ત કરી કે દિશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન તરીકે બધાનું મનોરંજન કરવાનું ચાલુ રાખશે. દિશા વાકાણીએ 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી દીધો હતો, જ્યારે શૈલેષ લોઢાએ 2022માં શોથી દૂર થવાનું નક્કી કર્યું હતું.

  • Follow us on: