અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય અવારનવાર ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા એવી ચર્ચા હતી કે બંને છૂટાછેડા લઈ શકે છે, પરંતુ બંનેમાંથી કોઈએ પણ આવા કોઈ સમાચારની પુષ્ટિ કરી ન હતી અને પછીથી તેઓ સાથે પણ જોવા મળ્યા હતા.


એક કાર્યક્રમ દરમિયાન એશ-અભિષેક સાથે જોવા મળ્યા, ત્યારે આ અફવાઓનો અંત આવ્યો. અભિષેક અને ઐશ્વર્યા ફિલ્મ 'ગુરુ' ના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરી લીધા. તેમના લગ્ન પણ એક પ્રાઈવેટ સેરેમની થયા હતા, જેમાં ફક્ત થોડા પસંદગીના લોકો જ આવ્યા હતા. પરંતુ અમિતાભ બચ્ચને કોઈ સુપરસ્ટારને આમંત્રણ ન આપ્યું, જેના કારણે તેઓ ગુસ્સે થયા અને તેમના લગ્નની મીઠાઈઓ પણ પાછી આપી દીધી.

શત્રુઘ્ન સિંહા થયા ગુસ્સે

જો તમે તમારા લગ્નમાં કોઈ ખાસ સંબંધીને આમંત્રણ આપવાનું ભૂલી જાઓ છો, તો તેના ટોણા તમને જીવનભર પરેશાન કરી શકે છે. આ ફક્ત સામાન્ય લોકોના જીવનમાં જ નહીં, પણ ફિલ્મ સ્ટાર્સના જીવનમાં પણ જોવા મળે છે. અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહા ખૂબ સારા મિત્રો હતા. બંનેએ ઉદ્યોગમાં સાથે સંઘર્ષ કર્યો છે અને પોતપોતાના મુકામ પર પહોંચ્યા છે. પરંતુ તેમની સારી મિત્રતા હોવા છતાં, અમિતાભે શત્રુઘ્નને અભિષેક-ઐશ્વર્યાના લગ્નમાં આમંત્રણ ન આપ્યું, જેના કારણે તે ખૂબ ગુસ્સે હતા.

આ કારણે શત્રુઘ્ન સિંહાએ મીઠાઈઓ કરી પરત

શત્રુઘ્ન સિંહાએ આ નારાજગી ખુલ્લેઆમ જાહેર કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે શત્રુઘ્ન સિંહાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે “અમિતાભ બચ્ચને કહ્યું હતું કે જે લોકોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું તેઓ મિત્રો નહોતા. તો જ્યારે તમે મને આમંત્રણ નથી આપ્યું તો મીઠાઈઓ શા માટે? અને હું મીઠાઈ સ્વીકારીને તેમને શરમાવીશ નહીં. ઓછામાં ઓછું મને તો અપેક્ષા હતી કે મીઠાઈ મોકલતા પહેલા અમિતાભ કે તેમના પરિવારમાંથી કોઈ એક વાર ફોન કરશે. પણ જ્યારે કોઈએ એવું કર્યું નહીં, તો પછી મીઠાઈઓનો શું અર્થ છે?” શત્રુઘ્ન સિંહા તે સમયે ગુસ્સે હતા અને કદાચ તેમના માટે ગુસ્સો આવવો સ્વાભાવિક હતો.

અભિષેકના લગ્નમાં ઓછા લોકોને કેમ આમંત્રણ આપવામાં આવ્યું?

જ્યારે અભિષેક બચ્ચન 'કોફી વિથ કરણ'માં આવ્યો ત્યારે તેને પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ અંગે અભિષેકે કહ્યું હતું કે, “લગ્ન સમયે, તેની દાદી તેજી બચ્ચન બીમાર હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એટલા માટે ઓછા લોકોને બોલાવવામાં આવ્યા. પરંતુ પાછળથી મીઠાઈઓ બધાના ઘરે તેમના આશીર્વાદ લેવા માટે પહોંચાડવામાં આવી હતી, પરંતુ શત્રુઘ્ન કાકાએ મીઠાઈઓ પાછી આપી દીધી. અમે તે સમયે તે સ્વીકાર્યું હતું કારણ કે તમે દરેકને ખુશ કરી શકતા નથી. તે ખૂબ જ મહાન વ્યક્તિ છે અને તેમને પોતાના વિચારો વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે.


  • Follow us on: