ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો સંબંધો અવારનવાર ચર્ચામાં રહે છે. બચ્ચન પરિવાર વિશે દરરોજ કોઈને કોઈ સમાચાર સામે આવતા રહે છે. કેટલાક લોકોનું કહેવું છે કે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા, જ્યારે કેટલાક રિપોર્ટનું માનીએ તો અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે પણ અણબનાવ ચાલી રહ્યો છે.
બચ્ચન પરિવાર અને કપલ તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી. પરંતુ શું તમે જાણો છો કે ઐશ્વર્યાની એક આદતને કારણે નણંદ શ્વેતા બચ્ચન ખૂબ જ હેરાન થઈ ગઈ છે.
શ્વેતાએ ઐશ્વર્યાની એક આદત વિશે ખુલીને કરી વાત
શ્વેતા બચ્ચનને તેની ભાભી ઐશ્વર્યા રાય વિશે વારંવાર પ્રશ્નો પૂછવામાં આવે છે. અણબનાવના સમાચારો વચ્ચે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા અને શ્વેતા પણ સાથે નથી. પરંતુ શ્વેતાએ ઐશ્વર્યાની એક આદત વિશે ખુલીને વાત કરી હતી. શ્વેતાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેનો આ વીડિયો કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણનો છે. શ્વેતા તેના ભાઈ અભિષેક બચ્ચન સાથે શોમાં પહોંચી હતી.
https://www.instagram.com/reel/C909igohZum/?utm_source=ig_embed&ig_rid=e7ae695b-7a29-4f7a-8260-09713928c2ed
શ્વેતાને એશની આ આદતથી છે નફરત
આ દરમિયાન કરણે શ્વેતાને અભિષેક-એશને લઈને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. કરણે શ્વેતાને પૂછ્યું હતું કે તેને તેની ભાભી ઐશ્વર્યાની કઈ આદત પસંદ છે અને કઈ આદતથી તે નફરત કરે છે. ઐશના વખાણ કરતા શ્વેતાએ પહેલા કહ્યું કે ઐશ્વર્યા સેલ્ફ મેડ અને સ્ટ્રોંગ વુમન છે. તે ખૂબ જ સારી માતા છે. શ્વેતાને આ વસ્તુ ખૂબ જ ગમે છે. એશની ખરાબ આદત વિશે વાત કરતાં શ્વેતાએ કહ્યું કે, એશ કોલ અને મેસેજનો જવાબ આપવામાં ઘણો સમય લે છે. તે તેની આ આદતને નફરત કરે છે.
શ્વેતા બચ્ચનને કરવો પડ્યો ટ્રોલિંગનો સામનો
શ્વેતાની વાત માનીએ તો તે તેના ટાઈમ મેનેજમેન્ટને સહન કરે છે. પરંતુ શ્વેતાને તેના નિવેદન માટે ઘણા ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો. શ્વેતા ઘણી વખત એશને લઈને નિવેદન આપતી જોવા મળી છે. શ્વેતાના શબ્દો પરથી સ્પષ્ટપણે જોવા મળે છે કે તેની અને તેની ભાભી ઐશ્વર્યા વચ્ચે ચોક્કસપણે કોઈ અણબનાવ છે.