- અજય દેવગણે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું
- સિંઘમ અગેન દમદાર વિઝ્યુઅલ્સની સાથે આવશે
- આ ફિલ્મ હવે દિવાળીએ રીલિઝ થશે
એક્ટર અજય દેવગણની ફિલ્મ સિંઘમ અગેનને લઈને ફેન્સ સતત રાહ જોઈ રહ્યા છે. આ સમયે એવા સમાચાર આવી રહ્યા છે કે સિંઘમ અગેનને માટે તેઓએ થોડી વધારે રાહ જોવી પડે તે શક્ય છે. અજય દેવગણે અપકમિંગ ફિલ્મ 'ઓરૌ મેં કહાં દમ થા'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ એક મોટી ફિલ્મ છે અને અમે ઝડપથી કંઈ કરવા ઈચ્છતા નથી.
શું દિવાળીએ રીલિઝ થશે સિંઘમ અગેન
હાલમાં એક ઈવેન્ટમાં અજય દેવગણે સિંઘમ અગેનને લઈને હિંટ આપી હતી. હવે રોહિત શેટ્ટીની સિંઘમ અગેનની પોસ્ટઓન ઓફિશયલી એનાઉન્સ કરાઈ છે. આ સમયે અજય દેવગણે ઈન્સ્ટાગ્રામ પર સિંઘમ અગેનનું એક પોસ્ટર પણ શેયર કર્યું છે. તેને જોતા લાગે છે કે આ ફિલ્મ હવે દિવાળીએ રીલિઝ થશે.
સિંઘમ અગેન પર આવ્યું અજય દેવગણનું અપડેટ
આ વર્ષે આવેલી અજય દેવગણની ફિલ્મ 'ઓરૌ મેં કહાં દમ થા'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અજયે કહ્યું કે સિંઘમ અગેન જલ્દી સિનેમાઘરમાં જોવા મળશે. અજય દેવગણે કહ્યું કે હજુ શ્યોર નથી પણ કામ ચાલી રહ્યું છે. તે હજુ સંપૂર્ણ રીતે ખતમ થયું નથી. સાથે જ ફિલ્મનું થોડું શૂટિંગ પણ બાકી રહ્યું છે. તેને જોતા લાગે છે કે આ ફિલ્મ જલ્દી રીલિઝ થશે નહીં કેમકે ઉતાવળમાં કામ ખરાબ થઈ શકે છે.
ફેન્સનું વધ્યું એક્સાઈટમેન્ટ, જાણો કોણ કોણ હશે સ્ટાર કાસ્ટ
આ પહેલીવાર નથી જ્યારે ફેન્સ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા પણ જોવા મળ્યું છે કે ફિલ્મ સિંઘમે આવતા જ થિયેટર્સમાં કમાલ કરી દીધો હતો. તેને જોતાં સ્પષ્ટ છે કે ફિલ્મને લઈને કેટલો ઉત્સાહ લોકોમાં હશે. સિંઘમ અગેન દમદાર વિઝ્યુઅલ્સની સાથે આવશે. ફિલ્મમાં અજય દેવગણની સાથે અક્ષય કુમાર, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર લીડ રોલમાં જોવા મળશે. બોલિવૂડમાં ચર્ચા છે કે દીપિકા ફિલ્મમાં લેડી સિંઘમના રોલમાં પરફોર્મ કરશે.