• લગ્નમાં નોર્મલ દેખાવવા ઈચ્છે છે અભિનેત્રી
  • લગ્નમાં ક્લાસિક પીચ રંગનો લહેંગો પહેરશે સોનાક્ષી
  • કપલ આજે રજિસ્ટર્ડ મેરેજ કરશે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 23 જૂને બંને એકમેકના થઈ જશે, લગ્નની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. હલ્દીથી લઈને મહેંદીના ફંક્શન ખતમ થઈ ચૂક્યા છે અને તેના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ સમયે સોનાક્ષીનો એક ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લગ્નમાં ખૂબ ડાન્સ કરવાની ઈચ્છા રાખે છે.

લાંબા સમયથી એકમેકને ડેટ કરી રહ્યું છે કપલ

સોનાક્ષી અને ઝહીર એકમેકને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. તે પોતાના સંબંધોને એક ખાસ નામ આપવા જઈ રહ્યા છે. તેના માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. સોનાક્ષીના ઘરે રામાયણના પાઠ પણ થઈ ચૂક્યા છે. દુલ્હે રાજાથી લઈને દુલ્હનિયા સુધી બધું એકદમ તૈયાર છે. કપલ 23 જૂનને રજિસ્ટર્ડ મેરેજ કરશે. આ પછી બંને મુંબઈમાં ગ્રેંડ રિસેપ્શન પાર્ટી આપશે.

લગ્નમાં દિલ ખોલીને ડાન્સ કરવા ઈચ્છે છે સોનાક્ષી

લગ્નના માહોલની વચ્ચે સોનાક્ષીનો ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે કહી રહી છે કે તે પોતાના લગ્નમાં દિલ ખોલીને ડાન્સ કરવા ઇચ્છે છે. તેનો આ જૂનો ઈન્ટરવ્યૂ છે. એટલું નહીં આ ઈન્ટરવ્યૂમાં તે લગ્નના પ્લાનને વિશે વાત કરતી જોવા મળી રહી છે. તેને લગ્નને લઈને પહેલા સવાલ કરાયો તો તેણે કહ્યું કે થશે..થશે...ચિંતા ના કરો. મને પોતાને ખબર નથી..જ્યારે લગ્ન થશે ત્યારે તમને ખબર પડી જ જશે.

વેડિંગ આઉટફિટને લઈને શું ઈચ્છે છે

આ પહેલા એક અન્ય ઈન્ટરવ્યૂ વાયરલ થયો હતો. તેમાં તેણે કહ્યું કે તે દુલ્હન બનવા ઈચ્છે છે. સોનાક્ષીએ કહ્યું હતું કે તે સિંપલ દુલ્હન બનવા ઈચ્છે છે કેમકે તેણે ફેશન શો માટે અનેકવાર બ્રાઈડલ લુક કેરી કર્યો છે. આ માટે તે લગ્નમાં નોર્મલ રહેવા ઈચ્છે છે. આ સાથે તેણે વેડિંગ આઉટફિટને લઈને કહ્યું હતું કે તે લગ્નમાં ક્લાસિક રેડ લહેંગો નહીં પણ પીચ કલરનો લહેંગો પહેરશે. હાલમાં સો. મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સોનાક્ષીના લહેંગાને બતાવવામાં આવ્યો છે. તો જોઈ લો ખાસ લૂક.

 

લગ્નનું કાર્ડ

સોનાક્ષીના લગ્નનું કાર્ડ વાયરલ થયું છે. તેમાં વેડિંગ ડ્રેસ કોડ ફેસ્ટિવ એન્ડ ફોર્મલ રાખવામાં આવ્યો છે. તેની સાથે કાર્ડમાં સ્પષ્ટ લખાયું છે કે કોઈએ લાલ આઉટફિટ્સ પહેરીને આવવું નહીં. તેમના લગ્નમાં ઘણા નજીકના મિત્રો અને પરિવારના લોકો જ સામેલ થશે. 

  • Follow us on: