બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ ગયા વર્ષે 23 જૂને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી, આ કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના વેકેશનના ફોટા પોસ્ટ કરે છે. લગ્ન પછી સોનાક્ષીના પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા. પરંતુ હવે એક્ટ્રેસે પોતે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
સોનાક્ષી સિંહાએ અત્યાર સુધી ઘણી વખત પોતાની પ્રેગ્નેન્સીના સમાચારોને નકારી કાઢ્યા છે. પરંતુ તાજેતરમાં તેણે શેર કરેલી પોસ્ટ પછી, ફેન્સ ખૂબ જ ચોંકી ગયા. ખરેખર, સોનાક્ષી સિંહાએ એક બ્રાન્ડની પ્રમોશનલ પોસ્ટ શેર કરી હતી. જેમાં એક્ટ્ર્સે પોતાના માતૃત્વનો ઉલ્લેખ કરીને ફેન્સને મૂંઝવણમાં મૂક્યા હતા.
સોનાક્ષીએ બીજા બાળકને લઈને કહી આ વાત
સોનાક્ષી સિંહાએ પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું કે 'મેં હમણાં જ મારા બીજા બાળકને જન્મ આપ્યો છે.' EZIMom ના લોન્ચ સમયે સોનાક્ષી સિંહાની આ ફની પોસ્ટ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. આ બ્રાન્ડ નવી માતાઓને પ્રસૂતિ પછીની પુનઃપ્રાપ્તિ સાથે સંકળાયેલા ઘણા પડકારોને સમજવામાં અને તેનો સામનો કરવામાં મદદ કરે છે.
ફેન્સે આપી પ્રતિક્રિયા
સોનાક્ષી સિંહાની આ પોસ્ટ પર કેટલાક ફેન્સ ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, તો કેટલાકે એક્ટ્ર્સને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું છે કે પહેલાનો જન્મ ક્યારે થયો? બીજા યુઝરે લખ્યું છે કે લગ્નને 6 મહિના થઈ ગયા છે અને હવે બીજું પણ. કેટલાક ફેન્સે કોમેન્ટમાં હસતાં ઈમોજીસ પોસ્ટ કર્યા.
ગયા વર્ષે કર્યા છે લગ્ન
તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા હાલમાં પોતાના લગ્ન જીવનનો આનંદ માણી રહી છે. એક્ટ્ર્સે ગયા વર્ષે ઝહીર ઈકબાલ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બીજા ધર્મમાં લગ્ન કરવા બદલ તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. સોનાક્ષી સિંહાના બે ભાઈઓ લવ-કુશ પણ આ કપલના લગ્નમાં હાજર રહ્યા ન હતા. જે બાદ સમાચાર આવ્યા કે એક્ટ્ર્સના આ નિર્ણય બાદ તેને હવે સંબંધનો અંત લાવી દીધો છે.
આ ફિલ્મમાં જોવા મળી સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ હીરામંડીમાં જોવા મળી હતી. જેમાં એક્ટ્ર્સનો રોલ ખૂબ પસંદ આવ્યો હતો. આ સિવાય બીજી ફિલ્મ હોરર-કોમેડી કાકુડા હતી જે 12 જુલાઈ, 2024 ના રોજ ઝી5 પર રિલીઝ થઈ હતી.