શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંહાના લગ્નને લગભગ 3 મહિના થઈ ગયા છે. તેણીએ તેના પરિવારની વિરુદ્ધ જઈને મુસ્લિમ ઝહીર ઈકબાલ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. સોનાક્ષીનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો તેઓ ઈચ્છતા ન હતા કે સોનાક્ષી ઝહીર સાથે લગ્ન કરે. પરંતુ પિતા શત્રુઘ્ન સિંહાએ દીકરીના પ્રેમને વશ થઈને લગ્નમાં હાજરી આપી હતી. 


સોનાક્ષીની આંખોમાં આવ્યા આંસું

હવે લગ્નના આટલા લાંબા સમય બાદ સોનાક્ષીનું દર્દ બહાર આવ્યું છે. હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન ન થતાં સોનાક્ષીની આંખમાંથી જે આંસુ નીકળ્યા તે તેની પીડાને વ્યક્ત કરી રહ્યા છે. સોનાક્ષી પોતાના લગ્નની એક ઘટના વિશે વિચારીને રડી પડી હતી. આ વીડિયો જોઈને તેના ફેન્સની પણ આંખોમાં આંસુ આવી ગયા હતા.

સોનાક્ષી સિંહાનો રડતો વીડિયો વાયરલ થયો

સોનાક્ષી સિંહા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના અને પતિ ઝહીર ઈકબાલના ફોટા શેર કરતી રહે છે. લગ્ન બાદ સોનાક્ષી ઝહીર સાથે જોવા મળે છે. હવે આવી સ્થિતિમાં સોનાક્ષીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં પહોંચ્યા હતા. આ શોનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે. જેમાં સોનાક્ષી અને ઝહીર સ્ટેજ પર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

તે જ સમયે, શોની સ્પર્ધક ઈશાનીએ તેનું પર્ફોર્મન્સ આપ્યું હતું જેમાં એક દીકરીની લગ્નથી લઈને વિદાય સુધીની સફર બતાવવામાં આવી હતી. ઈશાનીનું પર્ફોર્મન્સ જોઈને સોનાક્ષી સિંહાને તેની વિદાય યાદ આવી અને તે પોતાની માતા પૂનમ સિંહાને યાદ કરીને રડવા લાગી હતી. સ્પર્ધકની પ્રશંસા કરતા તેણે લખ્યું હતું કે, તે ખૂબ જ સારું પ્રદર્શન હતું. હવે સોનાક્ષીને રડતી જોઈને યુઝર્સ સોશિયલ મીડિયા પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

લોકોએ સોનાક્ષી માટે ઘણી કોમેન્ટ કરી

કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે, 'શું વિદાય જોઈને તમે ખરેખર રડ્યા હતા? કલ્પના કરો, તમારા માતા-પિતા તેમની એકમાત્ર પુત્રીના લગ્નની કોઈ વિધિ પણ યોગ્ય રીતે કરી શક્યા નથી. બીજાએ લખ્યું હતું કે, 'સોનાક્ષી, તમે મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરીને હિંદુ રીતિ-રિવાજોનું પાલન કર્યું નથી.' ત્રીજાએ લખ્યું હતું કે, 'તમે અત્યારે રડી રહ્યા છો, જો તમે તમારા પિતાની ઈચ્છા મુજબ તમારા લગ્ન કરાવ્યા હોત, તો આવું ન થયું હોત.' અન્ય એક યુઝરે લખ્યું હતું કે, સોનાક્ષી, તેં જે પણ કર્યું તે પોતાની મરજીથી કર્યું. તમે અને ઝહીર હંમેશા ખુશ રહો.

  • Follow us on: