'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દરેક પાત્રની ખાસ ઓળખાણ છે અને લોકો પણ તમને ખૂબ જ પસંદ કરે છે. આ શો છેલ્લા કેટલાય સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને લોકોમાં પણ તારક મહેતા શોનો જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અબ્દુલનું પાત્ર ભજવી રહેલા શરદ સાંકલાને શો છોડી દેવાના અહેવાલો સામે આવ્યા હતા. આ સાંભળતા જ તેના ફેન્સને ઝટકો લાગ્યો હતો.


ત્યાર બાદ અભિનેતાએ કહ્યું હતું કે તારક મહેતા શોનો એક ભાગ છે અને સિરિયલ છોડવાના સમાચાર માત્ર અફવા છે. શરદે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યાં સુધી આ શો ચાલુ રહેશે ત્યાં સુધી તે તેનો હિસ્સો રહેશે. અબ્દુલની ભૂમિકાએ તેને દરેક ઘરમાં લોકપ્રિય બનાવ્યો છે. તેણે ભૂમિકાની લોકપ્રિયતા વિશે વાત કરી હતી.

શરદ સાંકલાએ પોતાના પાત્ર અંગે કર્યા આ ખુલાસો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મુસ્લિમ અબ્દુલની ભૂમિકા ભજવનાર શરદ સાંકલા વાસ્તવમાં હિન્દુ છે. આ દરમિયાન તેમને ખુલાસો કર્યો હતો કે, મેં આ પાત્ર ભજવ્યા પછી મારી જિંદગી બદલાતી જોઈ છે. મારું નામ શરદ સાંકલા છે અને હું રાજસ્થાનથી આવું છું. એક હિન્દુ મુસ્લિમનું પાત્ર ભજવી રહ્યો છે અને દર્શકોને મારું નામ ખબર નથી. તે મને મુસ્લિમ ભાઈ માને છે અને મને સ્નેહ આપે છે. જ્યારે હું દેશના કોઈપણ ભાગમાં કે શહેરમાં જાઉં છું ત્યારે લોકો મને અબ્દુલ નામથી જ ઓળખે છે.

શરદ સાંકલાએ દર્શકો તરફથી મળી રહેલા પ્રેમ વિશે શું કહ્યું?

શરદ સાંકલાએ કહ્યું હતું કે, તે આશ્ચર્યજનક લાગે છે કે તે મને ખૂબ પ્રેમ કરે છે અને મને અબ્દુલ તરીકે યાદ કરે છે. હું જ્યાં પણ કોઈ કાર્યક્રમમાં જાઉં છું ત્યાં ભીડ હોય છે લોકો અમને જોવા આવે છે. ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે આપણે જીવનમાં એવું શું કર્યું છે કે અમને દર્શકોનો આટલો પ્રેમ મળી રહ્યો છે. આ એક સ્વપ્ન જેવું લાગે છે.


  • Follow us on: