બોલીવુડ એક્ટર ગોવિંદાએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ગોવિંદાના પિતા અરુણ કુમાર આહુજા પણ એક એક્ટર હતા. લગભગ 30 ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યા પછી, અરુણ કુમાર આહુજાએ પોતે ફિલ્મોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું.


પત્નીએ કર્યો મોટો ખુલાસો

તેમને બનાવેલી બધી ફિલ્મો ફ્લોપ ગઈ અને આહુજા પરિવાર, જે એક સમયે બાંદ્રાના કાર્ટર રોડ પર એક વૈભવી બંગલામાં રહેતો હતો, તેને મુંબઈની બહાર વિરારમાં એક નાના ઘરમાં શિફ્ટ થવું પડ્યું. ગોવિંદાનો જન્મ આ ઘરમાં થયો હતો. પોતાના પિતાની જેમ ગોવિંદા પણ એક એક્ટર બન્યો અને પોતાની મહેનતથી તેને જુહુ જેવા પોશ વિસ્તારમાં પોતાનું ઘર ખરીદ્યું. આજે આ વિસ્તારમાં ગોવિંદાના બે ઘર છે. છૂટાછેડાના સમાચાર આવ્યાના થોડા મહિના પહેલા, ગોવિંદાની પત્ની સુનીતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગોવિંદાના આ બે ઘરોમાંથી એકમાં, તે અને તેના બાળકો એક ઘરમાં રહે છે, જ્યારે ગોવિંદા પોતે બીજા ઘરમાં રહે છે.

અલગ ઘરમાં રહે છે ગોવિંદા

જ્યારે ગોવિંદાની ફિલ્મો સફળ થવા લાગી, ત્યારે તેને જુહુમાં 'જલ દર્શન' બિલ્ડિંગમાં પોતાનો પહેલો ફ્લેટ ખરીદ્યો. પછી ગોવિંદાએ પણ આ ફ્લેટની આસપાસ બે ફ્લેટ ખરીદ્યા. આજે, આ બિલ્ડિંગના બે માળ પર બનેલા આ ત્રણ મોટા ફ્લેટને જોડીને, ગોવિંદાએ બિલ્ડિંગની અંદર જ એક ભવ્ય ડુપ્લેક્સ ઘર બનાવ્યું છે. આ ઘર ગોવિંદા અને તેના પરિવાર માટે ખાસ છે કારણ કે તેના લગ્ન આ ઘરમાં થયા હતા અને તેના બાળકોનો જન્મ આ ઘરમાં થયો હતો. પરંતુ સુનિતા આહુજાના ઈન્ટરવ્યુ મુજબ તે તેના બાળકો ટીના આહુજા અને યશવર્ધન આહુજા સાથે આ વૈભવી ફ્લેટમાં રહે છે અને ગોવિંદા તેના બીજા બંગલામાં તેનાથી અલગ રહે છે.

ગોવિંદાના બંને ઘર ખૂબ નજીક

ગોવિંદાનો 'ગોલ્ડન બીચ સોસાયટી'માં એક બંગલો છે જે તેના 'જલ દર્શન' ફ્લેટથી માત્ર 100 પગથિયાં એટલે કે 67 મીટરના અંતરે છે. તેની પત્નીએ કહ્યું છે કે હવે ગોવિંદા આ બંગલામાં રહે છે. આ બંગલામાં ગોવિંદાની પણ એક ઓફિસ છે અને તે પોતાનું મોટાભાગનું કામ આ ઓફિસમાં બેસીને પૂર્ણ કરે છે. ગોવિંદાના આ બંને ઘર એકબીજાની ખૂબ નજીક છે.

ગોવિંદા અને સુનિતા લેવા જઈ રહ્યા છે છૂટાછેડા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 37 વર્ષના લગ્નજીવન પછી ગોવિંદા અને સુનિતાએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. પરંતુ તેમના પરિવારના સભ્યો ઈચ્છે છે કે તેઓ બંને આ બાબતે ચર્ચા કરે અને એકબીજા સાથે સમાધાન કરે.


  • Follow us on: