• ટ્રેલર સોશિયલ મીડિયામાં છવાઈ ગયું
  • 22 વર્ષ બાદ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થશે
  • 11 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે

સની દેઓલની ફિલ્મ 'ગદર-2'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર રિલીઝ થતાની સાથે સોશિયલ મીડિયામાં પર છવાઈ ગયું છે. આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સની પોતાની કો-સ્ટાર અમીષા પટેલ સાથે અનોખા અંદાજમાં પહોંચ્યા હતા. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

ટ્રેલર રિલીઝ થતા સની થયા ભાવૂક

'ગદર' ફિલ્મ રિલીઝ થયાના 22 વર્ષ બાદ ફિલ્મનો બીજો ભાગ 'ગદર-2' હવે રિલીઝ થવાનો છે. જેથી આ ક્ષણ ફેન્સની સાથે જ સની દેઓલ માટે પણ ખાસ છે. આ કારણે જ ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સની દેઓલ ભાવૂક થયા હતા. જેનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, સની દેઓલ સ્ટેજ પર આવ્યા હતા. આ દરમિયાન ફેન્સે તેમને કહ્યું હતું કે, 'પાજી તુસી હમારી જાન હો, હિન્દુસ્તાન કી શાન..હિન્દુસ્તાન જિંદાબાદ'.. જે બાદ અભિનેતા ભાવૂક થયા હતા.


'ગદર-2'નું ટ્રેલર રિલીઝ

'ગદર-2'નું ટ્રેલર મુંબઈમાં એક શાનદાર ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં દેખાઈ રહ્યું છે કે, આ વખતે તારા સિંહ પોતાના દીકરા માટે પાકિસ્તાનના અધિકારીઓ સાથે લડાઈ કરે છે. આ દરમિયાન તેમના એક્શન સિન્સ પણ જોવા મળે છે. આ ટ્રેલર રિલીઝ થયા બાદ સનિ દેઓલના દમદાર ડાયલોગ્સ અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 'ગદર-2' ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

  • Follow us on: