- ઈઝરાયેલે પેલેસ્ટાઈનના લોકોને સંપૂર્ણ રીતે બર્બાદ કરી દીધા
- પેલેસ્ટાઈનના બાળકો અને ટીનએજર્સને પણ છોડ્યા નહીં
- ઈઝરાયેલને માટે શોક મનાવી રહેલા લોકો પાખંડી: સ્વરા
હાલમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનની વચ્ચે જંગ ચાલી રહી છે ત્યારે તે દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની છે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસે ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા. આ હુમલામાં સેકંડો લોકોના જીવ ગયા. આજે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનની સ્થિતિ ખરાબ બની રહી છે. બંને દેશોની વચ્ચે શનિવારથી યુદ્ધ ચાલી રહ્યુ છે અને સાથે અહીંની નિર્દયતા જોઈને સૌ કોઈ સ્તબ્ધ થયું છે. આ હુમલાને લઈને બોલિવૂડમાંથી પણ રિએક્શન આવવાના શરૂ થયા છે. આ યુદ્ધમાં અનેક લોકોએ પોતાના જીવ ખોવ્યા છે. આ સમયે બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પોતાની પ્રતિક્રિયા આપી છે.
જાણો શું કહ્યું સ્વરા ભાસ્કરે
સ્વરાએ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનની વચ્ચેના યુદ્ધને લઈને પ્રતિક્યા આપતા એક પોસ્ટ શેર કરી છે. તેણે ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે તમને ત્યારે શોક ન લાગ્યો જ્યારે ઈઝરાયેલે પેલેસ્ટાઈન પર એટેક કર્યો હતો. એટલું નહીં જ્યારે ઈઝરાયેલે પેલેસ્ટાઈનના લોકોના ઘરમાં ધૂસીને તેમને સંપૂર્ણ રીતે બર્બાદ કરી દીધા હતા ત્યારે તમને ખરાબ કેમ ન લાગ્યું...તેમનો તેમના ઘર પર કબ્જો કરી લેવામાં આવ્યો, પેલેસ્ટાઈનના બાળકો અને ટીનએજર્સને પણ છોડ્યા નહીં, તેમની પણ હત્યા કરી દીધી. 10 વર્ષ સુધી સતત ગાજા પર એટેક અને બોમ્બ બ્લાસ્ટ કર્યા. તેમાં શાળા, હોસ્પિટલ તમામ બર્બાદ થઈ ચૂક્યા છે. મને તો ઈઝરાયેલને માટે શોક મનાવી રહેલા લોકો પાખંડી લાગી રહ્યા છે.
ઈઝરાયેલમાં ખરાબ રીતે ફસાઈ નુસરત ભરુચા
બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા ઈઝરાયેલમાં એ સમયે ફસાઈ હતી જ્યારે પેલેસ્ટાઈને હુમલો કર્યો, એક્ટ્રેસ અહીં હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ હતી. હાલમાં તે હેમખેમ ભારત પરત આવી ચૂકી છે.