કોમેડી ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શરૂ થયો ત્યારથી જ દિલીપ જોશી અને અમિત ભટ્ટ આ શો સાથે જોડાયેલા છે. ફેન્સને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ખૂબ ગમે છે. તેણે માત્ર આ શોને જ નહીં પરંતુ આ શોના દરેક પાત્રને પોતાના દિલમાં સ્થાન આપ્યું છે.


પરંતુ જેઠાલાલ અને ચંપક ચાચાના પાત્રો પ્રત્યે તેમનો લગાવ થોડો વધારે છે. તમને જણાવી દઈએ કે, જ્યારથી શો શરૂ થયો છે ત્યારથી દિલીપ જોષી જેઠાલાલનો રોલ કરી રહ્યા છે અને અમિત ભટ્ટ ચંપક ચાચાનો રોલ કરી રહ્યા છે.

દિલીપ જોશીએ શાહરૂખ સાથે કર્યું છે કામ

દિલીપ જોશીએ 1989માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે સલમાન ખાનનું 'મૈંને પ્યાર કિયા', શાહરૂખ ખાનનું 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની' અને 'હમ આપકે હૈ કૌન..!' માં કામ કર્યું હતું. નવ વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી, તેને વર્ષ 2008માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં કામ મળ્યું.

જેઠાલાલને ચંપક ચાચાનો રોલ કરવામાં આવ્યો હતો ઓફર

મીડિયા રિપોર્ટ મુજબ, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મેકરે અગાઉ ચંપક ચાચાના રોલ માટે દિલીપ જોશીનો સંપર્ક કર્યો હતો. પરંતુ દિલીપને લાગ્યું કે તે જેઠાલાલનો રોલ વધુ સારી રીતે ભજવી શકશે.

ઓડિશન લીધા વગર અમિત ભટ્ટની કરવામાં આવી પસંદગી

દિલીપ જોશીએ જેઠાલાલ માટે ઓડિશન આપ્યું અને ચંપક ચાચાના રોલ માટે અમિત ભટ્ટનું નામ આપ્યું. આ રીતે અમિત ભટ્ટને ઓડિશન લીધા વગર ચંપક ચાચાનો રોલ મળ્યો. જેઠાલાલની ભૂમિકા માટે દિલીપ જોશીની પસંદગી કરવામાં આવી હતી.

દિલીપ જોશીનો પગાર કેટલો છે?

મીડિયા રિપોર્ટ મુજબ, આજે દિલીપ જોશી એક એપિસોડ માટે 1.5 થી 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે અમિત જોશી દરેક એપિસોડ માટે 70,000 રૂપિયા ચાર્જ કરે છે.

જેઠાલાલના રોલની આ એક્ટરે ફગાવી ઓફર

તમને જણાવી દઈએ કે, દિલીપ જોશી પહેલા જેઠાલાલનો રોલ યોગેશ ત્રિપાઠી, અલી અસગર, કીકુ શારદા, અહાન કુરેશી અને રાજપાલ યાદવને ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ આ ઓફર ફગાવી દીધી હતી.


  • Follow us on: