તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક પોપ્યુલર ટીવી શો છે જેને ફેન્સ લાંબા સમયથી પસંદ કરી રહ્યા છે. પરંતુ આ શો છેલ્લા કેટલાક સમયથી ખોટા કારણોસર ચર્ચામાં છે. આ શોને ફેન્સનો ઘણો પ્રેમ મળ્યો. પરંતુ તે જ સમયે, જ્યારે શોના કલાકારો અને ક્રૂ વચ્ચે ઘણાં અણબનાવ જોવા મળે છે, ત્યારે ફેન્સ પણ તેમના પ્રિય શોને લઈને નિરાશ જોવા મળે છે.
તારક મહેતા શો વિશે વાત કરીએ તો, હવે આ શોમાં સોનુની ભૂમિકા ભજવી રહેલી એક્ટ્રેસ પલક સિંધવાનીએ શોના મેકર્સ પર પેમેન્ટ ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. શો છોડ્યા બાદ તેને અસિત મોદી પર આક્ષેપો કર્યા છે. આને લઈને અસિત મોદી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.
શું છે પલક સિંધવાનીની ફરિયાદ?
આ શો સાથે છેલ્લા 5-6 વર્ષથી જોડાયેલી એક્ટ્રેસ પલક સિધવાનીએ કહ્યું કે જ્યારે તેણે શોના મેકર્સને કહ્યું કે તે શો છોડવા માંગે છે ત્યારે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મેકર્સે તેના પર માનસિક દબાણ કર્યું અને તેને રજા પણ ન આપી. એક્ટ્રેસે અસિત કુમાર મોદી પર આરોપ લગાવ્યો. શોના મેકર અસિત કુમાર મોદીએ પણ આને લઈને પ્રતિક્રિયા આપી છે.
અસિત કુમાર મોદીએ આપી પ્રતિક્રિયા
અસિત કુમાર મોદીએ પલક સિંધવાણીના આરોપોનો જવાબ આપ્યો. તેને કહ્યું કે શો છોડ્યા પછી આ બધું સારું નથી લાગતું. જો તેણે શો છોડતા પહેલા આ બધું કહ્યું હોત તો તે સમજી શકાયું હોત. આ સિવાય અમે અત્યાર સુધી અમારી સાથે કામ કરી ચૂકેલા તમામ કલાકારોને હંમેશા પૂરેપૂરું પેમેન્ટ આપ્યું છે. કેટલાક કલાકારો 16 વર્ષથી અમારી સાથે છે અને તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. આ સિવાય અસિત મોદીએ પલકના કેસમાં ડિસિપ્લિન તરફ પણ ઈશારો કર્યો હતો.
તેને કહ્યું કે અમારે એક મહિનામાં 26 એપિસોડ શૂટ કરવાના છે. આવી પરિસ્થિતિમાં અમારે શો દરમિયાન ડિસિપ્લિનનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. અમે શૂટિંગ સેટની ડેકોરમને બગાડી શકતા નથી. શું તમે કોઈપણ શોમાં કામ કરતી વખતે અન્ય કોઈ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો? આવું ક્યાંય થતું નથી.