રાજન શાહીનો પોપ્યુલર શો 'અનુપમા' ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોની સ્ટોરી 15 વર્ષ આગળ વધી ગઈ છે. નાની આધ્યા હવે મોટી થઈ ગઈ છે અને હવે તેના જીવનમાં 'પ્રેમ'ની એન્ટ્રી થઈ ગઈ છે. કાવ્યાની પુત્રી માહી પણ એ પ્રેમ મેળવવામાં વ્યસ્ત છે.


આ સ્ટોરીમાં જો કંઈક અધૂરું હોય તો તે અનુપમા અને અનુજની પ્રેમ કહાની છે, જે લાંબા સમયથી વિરામ પર છે. ફેન્સ બંનેને એકસાથે જોવા માટે ઉત્સુક છે. તાજેતરના રિપોર્ટ મુજબ અનુજ કાપડિયા એટલે કે ગૌરવ ખન્નાએ શોને હમણાં માટે અલવિદા કહી દીધું છે. તે સ્પષ્ટ છે કે મેકર્સે અનુપમા અને અનુજની લવ સ્ટોરી પર બ્રેક લગાવી દીધી છે.

ગૌરવે શો છોડ્યો કેમ?

મીડિયા સાથે વાત કરતા ગૌરવ ખન્નાએ એવા અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે કદાચ તેને ટીવી શો 'અનુપમા' છોડી દીધો છે. એક્ટરે કહ્યું કે 'લોકો મને સતત સવાલ પૂછે છે કે હું અનુપમામાં ક્યારે કમબેક કરી રહ્યો છું? રાજન શાહી સર મારા પાત્ર માટે ગ્રાન્ડ રી-એન્ટ્રીની શક્યતા વિશે વાત કરી હતી. અમે તેના સાકાર થવા માટે બે મહિના રાહ જોઈ. પણ સ્ટોરી આગળ લઈ જવાની હતી અને હવે રાહ જોવાનો કોઈ અર્થ ન હતો.

હજુ પણ કમબેકની આશા

ગૌરવે વધુમાં કહ્યું કે તેને પણ લાગ્યું કે હવે કંઈક મોટું શોધવાનો સમય આવી ગયો છે. તેથી અત્યારે અનુજનું પ્રકરણ બંધ છે. પરંતુ ગૌરવ ખન્નાએ અહીં સ્પષ્ટતા કરી હતી કે તે હાલના સમયમાં તેને કોમા તરીકે જુએ છે. પૂર્ણવિરામ જેવું નથી. જો સ્ટોરીની માંગ હોય અને તેનું સમયપત્રક તેને મંજૂરી આપે, તો તે પાછો આવશે અને તે આમ કરવાથી ખુશ થશે.

અનુપમા ફેમ ગૌરવ ખન્નાએ આગળ કહ્યું કે 'આ શોમાં અનુજને 3 મહિના માટે ગેસ્ટ તરીકે પ્લાન કરવામાં આવ્યો હતો. પરંતુ 3 વર્ષ સુધી ચાલેલી મારી કરિયરને ટર્નિંગ પોઈન્ટ મળ્યો. આવો પ્રેમ મળવો દુર્લભ છે. આ પ્રેમ માટે હું મારા ફેન્સનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.

રૂપાલી સાથેના અણબનાવ અંગે શું કહ્યું?

જ્યારે ગૌરવ ખન્નાને તેની કો એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી સાથે અણબનાવની ચર્ચાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે 'હું રિવેન્જથી ભરેલા ઈન્ટરવ્યુમાં ભાગ લેતો નથી. તેમજ હું અફવાઓ પર પ્રતિક્રિયા આપતો નથી. અમે સાથે મળીને જે કાર્ય બનાવીએ છીએ તે મહત્વનું છે. મેં હંમેશા ક્રાફટ માટે ફોક્સ કર્યું છે. એક્શન અને કટ સિવાય શું થાય છે તે સેકેન્ડરી છે.

અનુ અને અનુપમા એકસાથે મળશે જોવા?

'અનુપમા'માં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. આજે પણ લોકો અનુ અને અનુજની ઓનસ્ક્રીન જોડીને ફરીથી શોમાં જોવા માટે ઉત્સુક છે. આ શોમાં અત્યાર સુધી ત્રણ લીપ આવી ચુક્યા છે અને દરેક વખતે દર્શકોએ અનુપમા અને અનુજ વચ્ચે અણબનાવ જોયો છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને સાથે રહેવા માંગે છે પરંતુ ભાગ્ય ક્યારેય તેમને એક થવા દેતું નથી. હવે લાગે છે કે ફેન્સનું તેમને સાથે જોવાનું સપનું સપનું જ બનીને રહી જશે.

  • Follow us on: