- 9માં દિવસે બોક્સ ઓફિસ પર Leoએ 7 કરોડથી વધુની કરી કમાણી
- વિજયની અત્યાર સુધીની સૌથી મોટી કમાણી કરનારી Leo ફિલ્મ
- અત્યાર સુધી ફિલ્મે દેશમાં કુલ 271.25 કરોડ રૂપિયાનું કર્યું કલેક્શન
થલાપતિ વિજય, તૃષા કૃષ્ણન અને સંજય દત્ત સ્ટારર લોકેશ કનગરાજની લિયોએ સતત 9 મા દિવસે 7 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યુ છે. બીજા શુક્રવારે હિંદી બોક્સ ઓફિસ પર ફિલ્મે શાનદાર સફળતા મેળવી.
થલાપતિની હિન્દીમાં અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. આ મૂવીએ લગભગ 7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ. આ 10માં અને 11માં દિવસે પણ સારી કમાણી કરી રહી છે અને સારી કમાણી કરનારી બીજી તમિલ ફિલ્મ બની જશે. તેની ટક્કરમાં 12વી ફેલ, તેજસ અને સજિની શિંદે કા વાયરલ વીડિયો જેવી નવી ફિલ્મો હતી અને હોલીવુડની દિગ્ગજ ફિલ્મ કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂને પણ માર્કેટમાં ધૂમ મચાવી છે, પરંતુ થલાપતિ વિજયની ફિલ્મ મજબૂતીથી ટકેલી રહી.













