• જોન સીનાએ કપડા વગર સ્ટેજ પર પહોંચતા હોબાળો
  • જોન સીના અને કિમેલ વચ્ચેની મસ્તીએ પ્રેક્ષકોને હસાવ્યા
  • અણધાર્યા સ્ટંટે ઓસ્કાર સમારોહમાં હળવાશનો સ્પર્શ ઉમેર્યો

ઓસ્કાર 2024માં રેસ્લર અને હોલીવુડ એક્ટર જોન સીનાની હરકતથી લોકો ચોંકી ઉઠ્યા હતા. એકેડેમી એવોર્ડ્સ જેને ઓસ્કાર પણ કહેવામાં આવે છે. એક ફિલ્મ એવોર્ડ સમારોહ છે જે માત્ર વિજેતાઓ માટે જ નહીં પરંતુ અન્ય કારણોસર પણ સમાચારમાં રહે છે. વિલ સ્મિથ દ્વારા થપ્પડ મારવાની ઘટના કોણ ભૂલી શકે? હવે જોન સીનાએ કપડા વગર સ્ટેજ પર આવીને ચર્ચા બનાવી છે.

સ્ટેજ પર ન્યૂડ પહોંચ્યા જોન સીના

જોન સીના તેના રમૂજ સ્વભાવના કારણે જાણીતા છે અને પ્લેકાર્ડ સાથે મજાક કરવા માટે એવોર્ડ સમારોહમાં હોસ્ટ જિમી કિમેલ સાથે જોડાયા હતા. દરેકના આશ્ચર્યા થયું કે સીનાએ બિનપરંપરાગત રીતે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે નોમિનીની જાહેરાત કરીને મજાક કરી છે. તેઓ સ્ટેજ પર ન્યૂડ પહોંચ્યા હતા અને તે જોઈને દર્શકોની સાથે-સાથે મોટા સ્ટાર્સને પણ આશ્ચર્યચકિત થયા હતા.

પ્લેકાર્ડની પાછળ છુપાયેલા જોન સીનાએ રમૂજી રીતે એવોર્ડ રજૂ કર્યો હતો પ્રેક્ષકો માટે એક યાદગાર અને મનોરંજક ક્ષણ બનાવી હતી. અણધાર્યા સ્ટંટે ઓસ્કાર સમારોહમાં હળવાશનો સ્પર્શ ઉમેર્યો અને સીના અને કિમેલ વચ્ચેની મસ્તીએ પ્રેક્ષકોને હસાવ્યા હતા. હકીકતમાં આ એક મજાક હતી જે જોન અને જીમી બંનેએ સાથે મળીને પ્લાન કરી હતી. જોકે, આ ટીખળ જોયા બાદ ત્યાં હોબાળો મચી ગયો હતો. લોકોના હોશ ઉડી ગયા હતા.


  • Follow us on: