આરાધ્યા બચ્ચન ઘણીવાર ઐશ્વર્યા રાય બચ્ચન સાથે જોવા મળે છે. હાલમાં જ બંને સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ્સ એટલે કે SIIMA એવોર્ડ્સમાં જોવા મળ્યા હતા. એવોર્ડ જીત્યા બાદ ઐશ્વર્યાએ સ્ટેજ પરથી તેની પુત્રીનો પણ આ ખાસ મુવમેન્ટમાં ભાગ લેવા બદલ આભાર માન્યો હતો. હવે આ જ એવોર્ડ સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા રાયનો એક અભિનેતા હાથ પડકડે છે પછી તેને સ્નેહથી ગળે લગાવે છે.
ઐશ્વર્યા રાયનો આ અભિનેતાએ પકડ્યો હાથ
ઐશ્વર્યા રાય બચ્ચનને મણિરત્નમની મહાકાવ્ય 'પોનીયિન સેલ્વન 2'માં તેની ભૂમિકા માટે SIIMA એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. ઐશ્વર્યા રાય એક્ટર ચિયાન વિક્રમનો હાથ પકડીને સ્ટેજ પરથી નીચે આવી હતી ત્યાર બાદ અભિનેતા ઐશ્વર્યા રાયને સ્ટેજ પરથી ઉતરવામાં પમ મદદ કરે છે. જેનો વીડિયો સામે આવતા જ ફરી ફેન્સ એશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની ચર્ચા કરી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકો છો કે, ચિયાન વિક્રમ ઐશ્વર્યા રાયનો હાથ પકડે છે અને બંને એકબીજા સાથે હસતા અને ખુશ દેખાઈ રહ્યા છે. અભિનેત્રી ચિયાન વિક્રમનો હાથ પકડીને સ્ટેજ પરથી નીચે ઉતરે છે અને ત્યાર બાદ બંને એકબીજાને ગળે વળગીને છૂટા પડે છે. ફેન્સ આ વીડિયો જોઈને વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઐશ્વર્યાએ આરાધ્યા આપ્યા સારા સંસ્કાર
ઐશ્વર્યા રાયની લાડલી દિકરી હંમેશા પોતાની માતા સાથે જોવા મળે છે અને અભિનેત્રી તેની પુત્રીને ખૂબ જ પ્રેમ કરે છે તે જગજાહેર સાબિત થઈ ગયું છે. આ દરમિયાન ઐશ્વર્યા અને આરાધ્યા પોતાની સીટ પર બેસવા જઈ રહ્યા હતા કે તરત જ એક્ટર ડો.શિવા રાજકુમાર એક્ટ્રેસને મળવા ત્યાં પહોંચ્યા હતા. ઐશ્વર્યાએ હસીને શિવ સાથે આરાધ્યાનો પરિચય પણ કરાવ્યો હતો. ત્યાર બાદ આરાધ્યાએ સાઉથ અભિનેતાના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા હતા. શિવાએ અભિનેત્રીની લાડલીને આશીર્વાદ પણ આપ્યા હતા.
જોકે, છેલ્લા કેટલાક સમયથી ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવના અહેવાલો આવી રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો બંને વચ્ચે કંઈપણ યોગ્ય નથી. જોકે, આ દંપતીએ અત્યાર સુધી આ અફવાઓ પર મૌન જાળવી રાખ્યું છે.