• પઠાણમાં જોવા મળ્યા બાદ ટાઈગરમાં એન્ટ્રી અંગે સસ્પેન્સ
  • વિચારી નહીં હોય એવી એન્ટ્રી કિંગ ખાનની હોઈ શકે છે
  • ફિલ્મની સ્ટોરી સિકવન્સ પર મોટું સસ્પેન્સ યથાવત

યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સમાંથી વધુ એક વિસ્ફોટક ફિલ્મ થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. સલમાન ખાન સ્ટારર એક્શનથી ભરપૂર ફિલ્મ 'ટાઈગર 3' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. જેની દેશભરના સિનેમા પ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ દર્શકોના દિલમાં સલમાનના સ્વેગને ફરી એકવાર ટાઈગર તરીકે જોવાની ઉત્સુકતા છે.

કિંગખાન અંગે ફરીવાર સસ્પેન્સ

પરંતુ એક વસ્તુ જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે છે 'પઠાણ' પછી ફરી એકવાર શાહરૂખ અને સલમાનની જોડીને પડદા પર જોવાની. વાસ્તવમાં, શાહરૂખ ખાન 'ટાઈગર 3'માં 'પઠાણ' તરીકે કેમિયો કરતો જોવા મળશે. 'ટાઈગર 3'માં શાહરૂખ અને સલમાનને એકસાથે જોયા બાદ ચાહકોને આશા હતી કે બંને એકસાથે ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળશે. પરંતુ જો આની અપેક્ષા રાખતા હો, તો દિલ તૂટી શકે છે. વાસ્તવમાં, કેટલાક અહેવાલો સામે આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાહરૂખ ખાન 'ટાઈગર 3'ના પ્રમોશનથી દૂર રહેશે.

ધમાકેદાર એન્ટ્રી હશે એ નક્કી

આ નિર્ણય મેકર્સ દ્વારા લેવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રમોશનની જવાબદારી માત્ર સલમાન, કેટરીના અને ઈમરાનના ખભા પર રહેશે. આ ફિલ્મના કોઈ પણ પ્રકારના પ્રમોશનમાં શાહરૂખ ખાન જોવા નહીં મળે. એટલું જ નહીં ઈમરાન ખાન પણ આ પ્રમોશન ઈવેન્ટનો ભાગ બની શકે છે. હવે જોવાનું એ રહે છે કે, પઠાણની એન્ટ્રી ફિલ્મમાં કેવી રીતે થાય છે. જે રીતે ફિલ્મ પઠાણમાં ટ્રેનવાળા સીનથી સલમાનની એન્ટ્રી થાય છે. એવી કોઈ ધમાકેદાર એન્ટ્રીની ફેન્સ રાહ જોઈને બેઠા છે. એન્ટ્રીને લઈને કોઈ જ પ્રકારની જાણકારી ફિલ્મ રિલીઝ પહેલા લીક ન થાય એનું ધ્યાન રાખીને આ નિર્ણય લેવાયો છે. 

  • Follow us on: