ફેમસ કોમેડી ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ ભીડેનો રોલ પ્લે કરનાર પલક સિંધવાનીએ શો છોડવાની જાહેરાત કરી છે. તેણે લગભગ પાંચ વર્ષ સુધી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ ભીડે તરીકે કામ કર્યું. તેનું આ રીતે શો છોડવું પણ ઘણા વિવાદોને જન્મ આપી રહ્યું છે. પલકે શોના મેકર્સ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.


પલકે ઓગસ્ટમાં શો છોડવાનો નિર્ણય લીધો

ફેમસ ટીવી એક્ટ્રેસ પલક સિંધવાની હાલમાં ચર્ચામાં છે. પલક સિંધવાની 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુની રોલ પ્લે કરી રહી હતી. પરંતુ તેણે ઓગસ્ટમાં શો છોડવાનો નિર્ણય લીધો હતો. થોડા દિવસો પહેલા પલક સિંધવાનીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને લઈને એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં તેણે મેકર્સ પર શોષણનો આરોપ લગાવ્યો હતો. પલક સિંધવાનીએ અસિત મોદી અને તેની ટીમ પર બાકી રકમ ન ચૂકવવાનો આરોપ પણ મૂક્યો હતો અને એ પણ કહ્યું હતું કે મેકર્સને કારણે તેને સેટ પર પેનિક એટેક આવ્યો હતો. પરંતુ હવે અસિત મોદીની ટીમે પણ પલક સિંધવાણીના આરોપો પર કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

પલક સિંધવાની સામે માનહાનિનો કેસ દાખલ કરવાનો નિર્ણય

મીડિયા રિપોર્ટ્સ મુજબ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની પ્રોડક્શન ટીમે પલક સિંધવાની સામે માનહાનિનો કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. નીલા પ્રોડક્શન્સે પલક સિંધવાણીના આરોપો પર આ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ મામલે અસિત મોદી કે તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, પલક સિંધવાણીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેણે ખરાબ તબિયતને કારણે તેણે પ્રોડક્શન હાઉસ પાસેથી રજા માંગી હતી. પરંતુ ટીમે તેને જબરજસ્તી સેટ પર બોલાવી અને 30 મિનિટના શોટ માટે તેને 12 કલાક સુધી સેટ પર બેસાડી રાખી.

અસિત મોદીની ટીમ પલક સિંધવાણી પાસેથી લેશે વળતર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની પ્રોડક્શન ટીમ પલક સિંધવાની પાસેથી કોન્ટ્રાક્ટ તોડવા બદલ વળતર પણ લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પલક સિંધવાનીએ કોન્ટ્રાક્ટ મુજબ 4 મહિનાનો નોટિસ પીરિયડ પૂરો કર્યો નથી, જેના કારણે તેણે વળતર ચૂકવવું પડશે. પરંતુ આ મામલે પલક સિંધવાનીની પ્રતિક્રિયા આવવાની બાકી છે.

  • Follow us on: