‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક ખૂબ જ પોપ્યુલર ટેલિવિઝન શો છે, આ શોની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. તેની પોપ્યુલારિટી વધુ વધારવા માટે તેના મેકર્સે આ શોની એક ગેમ લોન્ચ કરવાનો પ્લાન બનાવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મેકર અસિત કુમારે ટીવી શોના કેરેક્ટર પર આધારિત ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.


લોન્ચ કરવામાં આવી હતી 8 ગેમ 

માર્ચ 2024 સુધીમાં લગભગ 8 ગેમ લોન્ચ કરવામાં આવી હતી, ત્યારબાદ લગભગ 11 વધુ ગેમ લોન્ચ કરવાની વાત કરવામાં આવી હતી. તાજેતરમાં, તેની એક ગેમ, 'જેઠાલાલ ગડા'ના પાત્ર પર આધારિત 'ગડા ઈલેક્ટ્રોનિક્સ' લોન્ચ થવાની છે. નીલા ફિલ્મ્સની ગેમિંગ શાખા નીલા મીડિયાટેકની નવી ગેમ ‘ગડા ઈલેક્ટ્રોનિક્સ’ ધનતેરસના દિવસે એટલે કે 29મી ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે. શો મેકર અસિત કુમાર મોદીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આનું એનાઉન્સમેન્ટ કર્યું છે.

 

પોસ્ટ દ્વારા આપવામાં આવી માહિતી

શોના મેકર્સે ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમને કહ્યું હતું કે તે તારક મહેતાના ફેન્સ માટે સારા સમાચાર લઈને આવ્યા છે. તેમને કહ્યું કે “તારક મહેતાના ફેન્સ માટે આજે એક સારા સમાચાર છે, ધનતેરસના દિવસે એક ગેમ લોન્ચ કરવામાં આવી રહી છે. આ ગેમમાં જેઠાલાલ, નટ્ટુ કાકા, બાગા અને મગનના પાત્રો સામેલ હશે, જે ખૂબ જ ફની હશે.

રમતમાં શું થશે?

આ ગેમ વિશે વાત કરતાં આસિત મોદીએ કહ્યું કે તેમાં ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદી, વેચાણ, તેનો નફો, નુકસાન અને જેઠાલાલના પાત્ર દ્વારા ગ્રાહક સાથે વાત કરવી જેવી એક્ટિવિટીસ સામેલ હશે. ‘ગડા ઈલેક્ટ્રોનિક્સ ગેમ’ એક બિઝનેસ ગેમ છે, જે ફેન્સને માત્ર બિઝનેસ કેવી રીતે કરવો તે શીખવશે નહીં પણ મજા પણ આવશે. આ ગેમ પહેલા ‘રન જેઠા રન’, ‘ભીડે સ્કૂટર રેસ’, ‘મેચ પૂલ 2048’, ‘પોપટ શોર્ટકટ રેસ’, ‘જમ્પ ભીડે જમ્પ’, ‘તારક ફ્રૂટ મેચ’ લોન્ચ કરવામાં આવી છે.


  • Follow us on: