ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એકવાર ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી રહી છે. 'નિશા ઔર ઉસકે કઝીન્સ' ફેમ અભિનેતા વૈભવ કુમાર સિંહ ઉર્ફે વિભુ રાઘવનું નિધન થયું છે. અભિનેતા લાંબા સમયથી સ્ટેજ ફોર કોલોન કેન્સર સામે લડી રહ્યા હતા. આખરે તેઓ કેન્સર સામેની લડાઈ હારી ગયા અને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. બિગ બોસ 18ના વિજેતા કરણવીર મહેરા અને અભિનેત્રી કાવેરી પ્રિયમે તેમના નિધનની પુષ્ટિ કરી છે. આ સાથે તેઓએ વિભુ રાઘવને શ્રદ્ધાંજલિ આપી છે.
વિભુ રાઘવ કેન્સર સામે જંગ હાર્યા
વિભુ રાઘવ સ્ટેજ ફોર કોલોન કેન્સર સામે લાંબા સમયથી લડાઈ લડી રહ્યા હતા. અભિનેતાનું સાચું નામ વૈભવ કુમાર સિંહ રાઘવ હતું. વિભુ ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. તેઓ 'નિશા ઔર ઉસકે કઝીન્સ', સાવધાન ઈન્ડિયામાં જોવા મળ્યા હતા. તેઓએ ઈન્ટાગ્રામ પર પોતાની કેન્સર સાથે જોડાયેલી પળો પર શેર કરી હતી.

કરણવીર મહેરાએ વિભુના મૃત્યુ પર શોક કર્યો વ્યક્ત
વિભુ રાઘવના મૃત્યુંના સમાચાર સાંભળતા તમામ ટીવીનો ઊંડો આઘાત લાગ્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને શોક વ્યક્ત કરી રહ્યાછે. ઇન્સ્ટા સ્ટોરી પર તેમની તસવીર શેર કરીને દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. કરણવીર મહેરાએ પણ ઇન્સ્ટા સ્ટોરી પર વિભુનો ફોટો શેર કરીને તૂટેલુ હાર્ટ શેર કર્યું હતું અને લખ્યું હતું કે, 'બહુ જલ્દી, રેસ્ટ ઈન પીસ બ્રધર', તે જ સમયે, સિમ્પલ કૌલે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક તસવીર શેર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી અને લખ્યું હતું કે, 'અમે તમને ખૂબ યાદ કરીશું મારા પ્રિય મિત્ર'.
વિભુ રાઘવેની છેલ્લી પોસ્ટ
વિભુ રાઘવે છેલ્લી ઈન્ટાગ્રામ પોસ્ટ 12 એપ્રિલે કરી હતી. તેમણે તેનું કેપ્શન આપ્યું હતું કે, 'એક દિવસ એક વાર'. જે સૌથી મુશ્કેલ દિવસ દરમિયાન તેનીતાકાત અને દઢ સંકલ્પ દર્શાવે છે. અભિનેતાને આ પોસ્ટ પર ફેન્સનો ખૂબ જ સપોર્ટ મળ્યો હતો.
વિભુ રાઘવને કેન્સર હોવાની ખબર ક્યારે પડી?
વિભુ રાઘવ ટીવી શો 'નિશા ઔર ઉસકે કઝીન્સ' માં તેમના પાત્ર માટે જાણીતા છે. આ સિવાય તેઓ 'સાવધાન ઈન્ડિયા' અને 'સુવરીન ગુગ્ગલ' જેવા શોમાં દેખાયા છે. વર્ષ 2022માં તેમને તેમની બીમારી અંગે ખબર પડી હતી કે તેઓ કોલોનના ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરથી પીડિત છે. સારવાર દરમિયાન વિભુ રાઘવે હોસ્પિટલમાંથી પોતાનો એક ફોટો શેર કર્યો જેને જોઈને તેમના ફેન્સ ચોંકી ગયા હતા.