• વિરાટ કોહલીએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરવો જોઈએ?
  • વિરાટના ફેન્સ વારંવાર પૂછે છે કે ક્રિકેટ સિવાય તેઓ કિંગ કોહલીને ફિલ્મી પડદે ક્યારે જોઈ શકશે
  • આ સવાલનો જવાબ આપતા બોલિવુડના કાસ્ટિંગ ડારેક્ટરે એક મોટી વાત કહી છે

બોલિવુડ ડાયરેક્ટર મુકેશ છાબરાના તાજેતરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્રિકેટર વિરાટ કોહલીને લઈને આપેલા નિવેદનથી સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ ભારતીય ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલીને ફિલ્મોમાં કામ કરવાને લઈને નિવેદન આપ્યું છે. ક્રિકેટ સિવાય વિરાટ કોહલી તેના લુક્સને કારણે અવારનવાર સમાચારમાં રહે છે, તેથી ઘણા ફેન્સ ઈચ્છે છે કે વિરાટ કોહલી એક્ટિંગની દુનિયામાં પણ તેનું ટેલેન્ટ બતાવે. મુકેશે આ મામલે જ પોતાની પ્રતિક્રિયા આપી છે.

મુકેશ છાબરાએ વિરાટ કોહલીને આપી સલાહ

બોલિવુડ ડાયરેક્ટરે વિરાટ કોહલીને ફિલ્મોમાં ન આવવાની સલાહ આપી છે, પરંતુ મુકેશે તેની એક્ટિંગ સ્કિલના વખાણ પણ કર્યા છે. વિરાટ કોહલીએ ક્રિકેટ સિવાય બિઝનેસ અને એક્ટિંગની દુનિયામાં પણ નામ કમાવ્યું છે. તે ઘણી જાહેરાતોમાં દેખાયો છે પરંતુ ફેન્સે તેને ક્યારેય કોઈ સંપૂર્ણ ફિલ્મ અથવા સિરીઝમાં જોયો નથી.

મુકેશે વિરાટના કર્યા વખાણ

જ્યારે મુકેશ છાબરાને વિરાટ કોહલીની એક્ટિંગ સ્કિલ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે વિરાટ કોહલી એક મહાન એક્ટર છે. કોહલીના વખાણ કરતાં તેને કહ્યું કે તેની ફિટનેસ, ડાન્સિંગ સ્કિલ, કોમિક ટાઈમિંગ અને મિમિક્રી બધું જ અદ્ભુત છે. આગળ વાત કરતાં તેને કહ્યું કે આટલું બધું હોવા છતાં વિરાટ કોહલીએ ફિલ્મોમાં આવવું જોઈએ નહીં. તે માને છે કે વિરાટ હોશિયાર છે પણ ચાલાક નથી. મુકેશ છાબરાની સલાહ છે કે વિરાટે તેની ક્રિકેટ કારકિર્દી પછી પણ ફિલ્મોથી દૂર રહેવું જોઈએ.

મુકેશ છાબરાએ એવો પણ ખુલાસો કર્યો હતો કે તે 5-6 વર્ષ પહેલા વિરાટને મળ્યો હતો અને તેને વિરાટના રમુજી સ્વભાવનો અનુભવ કર્યો હતો. પરંતુ તેણે સ્પષ્ટ કર્યું કે ફિલ્મોમાં આવવાથી વિરાટને નુકસાન થઈ શકે છે. મુકેશ છાબરાનો આ અભિપ્રાય ઘણી હદ સુધી સાચો માનવામાં આવે છે, કારણ કે ઘણા ક્રિકેટરોએ ફિલ્મોમાં કરિયર બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સફળતા મળી નથી.

ઘણા ક્રિકેટરોએ સ્ક્રીન પર કરી છે એક્ટિંગ

ફિલ્મોમાં કેમિયો અથવા નાના રોલને લઈને વાત કરીએ તો, હરભજન સિંહ, અજય જાડેજા અને શ્રીસંત જેવા ભારતીય ક્રિકેટરો ઘણી હિન્દી ફિલ્મોમાં નાના રોલ કરી ચૂક્યા છે. જો કે સવાલ એ થાય છે કે શું વિરાટ કોહલી પણ એ જ દિશામાં આગળ વધશે? મુકેશ છાબરાની સલાહ સૂચવે છે કે વિરાટે તેની ક્રિકેટની ઓળખ અને સન્માન જાળવી રાખીને ફિલ્મોથી દૂર રહેવું જોઈએ.

વિરાટ કોહલી ક્રિકેટના મેદાનમાં ક્યારે વાપસી કરશે?

આ દરમિયાન વિરાટ કોહલીના ફેન્સ તેને ક્રિકેટના મેદાન પર ખૂબ જ મિસ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ વિરાટ કોહલી સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં વાપસી કરી શકે છે. લાંબા સમય સુધી ટેસ્ટ મેચોથી દૂર રહ્યા બાદ કોહલીનો વાપસીનો નિર્ણય તેના ફેન્સ માટે રાહતની વાત છે. વિરાટે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી અને ત્યારથી તેને ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.

  • Follow us on: