બોલીવુડમાં શહેનશાહ અને બીગ બી નામને વધુ ઓળખની જરૂર નથી. આ નામના ઉલ્લેખ સાથે જ લોકોના મગજમાં એક જ તસવીર સામે આવે છે. અને તે છે સદીના મહાનાયક અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચનને લઈને હાલમાં ટીવી ઇન્ડસ્ટ્રીના અભિનેતાએ એક નિવેદન આપ્યું. જેના બાદ લોકો જાણવા ઇચ્છે છે કે આખરે અમિતાભ બચ્ચન અને આ અભિનેતા વચ્ચે એવું તો શું થયું કે તે બીગ બી માટે આવો અભિપ્રાય આપી રહ્યા છે.


ભાભીજી ઘર પર હૈ અભિનેતાનું ચોંકાવનારું નિવેદન

ટિવી ઇન્ડસ્ટ્રીના આ અભિનેતાને લોકો 'ભાભીજી ઘર પર હૈ' (Bhabiji Ghar Par Hain)સિરીયલથી વધુ ઓળખે છે. 'ભાભીજી ઘર પર હૈ'માં અનોખીલાલ શર્માનું પાત્ર ભજવનાર અભિનેતા સાનંદ વર્માએ અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ એક મીડિયા સાથેની વાતચીતમાં શેર કર્યો હતો. અભિનેતાએ કહ્યું કે શરૂઆતમાં અમિતજીએ તેમની સાથે માયાળુ વર્તન કર્યું. હું ઉમંરમાં તેમનાથી ઘણો નાનો છું અને જો કે હાઈટમાં પણ તમે કહી શકો. આમ કહી અભિનેતા હસવા લાગે છે. પછી કહે છે કે અમે જ્યારે સાથે કામની શરૂઆત કરી ત્યારે પ્રથમ મુલાકાતમાં મારી સાથે દીકરા જેવો વ્યવહાર કર્યો અને બીજી મુલાકાતમાં તેમનું વર્તન બદલાઈ ગયું. મારી સાથે તેમનો વ્યવહાર વધુ કડક લાગ્યો.

અભિનેતાએ કર્યો ખુલાસો

સાનંદે કહ્યું કે જ્યારે અમિતાભ બચ્ચન સાથે પ્રથમ મુલાકાત થઈ ત્યારે મને તેમની આભાનો અનુભવ થયો હતો. જ્યારે હું તેમને પહેલી વાર KBC ના સેટ પર મળ્યો હતો, ત્યારે અમારે એક પ્રોમો શૂટ કરવાનો હતો. તેમની સાથેની પ્રથમ વખત મુલાકાતમાં મને લાગ્યું કે હું અભિષેક બચ્ચન છું, તેમનો પુત્ર. અમે ત્રણ કલાક સુધી વાત કરી.

મહાનાયકનું વર્તન વધુ કડક લાગ્યું

અને ત્યાર પછી બીજી મુલાકાતમાં શૂટિંગ કર્યા પછી તેમની પાસે જઈ તેમનો આભાર માન્યો અને કહ્યું કે મને મને ખૂબ આનંદ છે કે મને તમારી સાથે ફરીથી કામ કરવાની તક મળી. ત્યારે મહાનાયકનું વર્તન વધુ કડક લાગ્યું. જો કે ક પેઇન્ટિંગ તરફ જોતા રહ્યા અને કહ્યું કે ભગવાન તમને ત્રીજી તક આપે. સાનંદે કહ્યું કે એક બાજુ આ બાબત મને વિચિત્ર લાગતી હતી અને બીજી તરફ તેઓ ઇશારો પણ કરતા હતા કે ફરી એક વખત તેમની સાથે કામ કરવાનો અનુભવ મળે.

  • Follow us on: