પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ તેની નવી ફિલ્મના કારણે હાલ ચર્ચામાં છે. તેની ફિલ્મ ડિટેક્ટિવ શેરદિલની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. તેમ જ બીજી બીજુ સિંગરની સરદારજી 3 ફિલ્મની પણ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે દિલજીત દોસાંઝે પોતાનો સોશિયલ મીડિયા પર સરદાર જીના સેટ પરથી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે. જો કે બધાની આંખો તો પાકિસ્તાની એકટ્રેસ હાનિયા આમિર પર હતી. ફોટો જોયા બાદ લોકો રિએક્શન આપી રહ્યા છે.
દિલજીત દોસાંઝે શેર કરી તસવીરો
સિંગર દિલજીત દોસાંઝે તેના ઇન્સ્ટાગ્રામમાં તેની આવનારી ફિલ્મ સરદાર-જી 3ના સેટ પરની તસવીરો શેર કરી છે. પહેલા તસવીરમાં દિલજીત દોસાંઝ ટેબલ પર બેઠો છે. જો કે તેની આજુબાજુ ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ પણ જેવા મળી રહી છે. એકટ્રેસ નીરુ બાજવા પણ જોવા મળી રહી છે. તેમજ તેની પાછળ પાકિસ્તાની એકટ્રેસ હાનિયા આમિર જોવા મળી રહી છે.
હાનિયા આમિર જોવા મળી તસવીરમાં
દિલજીત દોસાંઝે ડાયરેક્ટ હાનિયા આમિરની તસવીર શેર નથી કરી પરંતુ તો પણ ફેન્સની નજર હાનિયા આમિર પર પડી ગઈ હતી. એક અન્ય તસવીરમાં દિલજીત દોસાંઝ એક મહિલા સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. તેમજ ફેન્સનું કહેવું એમ પણ છે કે હાનિયા આમિર સિંગર સાથે પોઝ આપી રહી છે, અને તેને કાળા રંગની સાડી પહેરી છે.
યુઝર્સ તસવીરો પર આપી રહ્યા છે રિએક્શન
આ તસવીરો શેર કરતા દિલજીત દોસાંઝે કેપ્શનમાં લખ્યું કે, સુંદર ચુડેલો સાથે જગ્ગી. સરદાર-જી 3 ફિલ્મ 27 જૂને રિલીઝ થવા જઈ રહી છે. તેનું ટીઝર ટૂંક સમયમાં આવી રહ્યું છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને યુઝર્સ તેના પર રિએક્શન આપી રહીને કહે છે કે, અમે તો જોઈ લીધું તેમજ બીજો યુઝર્સ કહે છે કે કાળા રંગની સાડીમાં છે.