વર્ષ 2023માં ઘણી ફિલ્મો રિલીઝ થઈ પણ આ વર્ષે ઘણી ફિલ્મો એવી હતી, જેણે 500 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી છે. દક્ષિણના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત 'એનિમલ' ફિલ્મે વિશ્વભરમાં 900 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મના વિષયવસ્તુને લઈને ઘણો વિરોધ થયો હતો, પરંતુ ફિલ્મને બોક્સ ઓફિસ પર ફાયદો થયો છે.


સિનેમામાં સર્જનાત્મકતાની કોઈ મર્યાદા નથી

ત્યારે હવે સંદીપ રેડ્ડી વાંગાએ આ ફિલ્મની સિક્વલ પર કામ શરૂ કરી દીધું છે. તેનું શીર્ષક એનિમલ પાર્ક રાખવામાં આવ્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, દિગ્દર્શકે પહેલી ફિલ્મના કન્ટેન્ટ વિશે વાત કરી અને સિક્વલ વિશે પણ જાણકારી આપી છે. એનિમલ ફિલ્મ વિશે વાત કરતાં સંદીપ રેડ્ડી વાંગાએ કહ્યું કે આ ફિલ્મમાં કેટલીક જગ્યાએ કેટલાક અતાર્કિક દ્રશ્યો નાખવામાં આવ્યા છે. પરંતુ આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે ફિલ્મ ચાહકોને એક મોટો અનુભવ આપી શકે. એટલા માટે ફિલ્મમાં રણબીરનું પાત્ર જરૂર કરતાં વધુ તીવ્ર બતાવવામાં આવ્યું હતું. સંદીપે કહ્યું કે સિનેમામાં સર્જનાત્મકતાની કોઈ મર્યાદા નથી. આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં પણ ઘણી સર્જનાત્મકતા બતાવવામાં આવી હતી.

સીબીઆઈ અધિકારી અને રણબીર કપૂરનો સીન ફિલ્મની સિક્વલમાં બતાવાશે

આ સમય દરમિયાન સંદીપ રેડ્ડી વાંગાને પૂછવામાં આવેલા પ્રશ્નોમાં એક એ હતો કે ફિલ્મમાં આટલી બધી હિંસા બતાવવામાં આવી છે પણ પોલીસ ક્યાંય દેખાતી નથી. આના જવાબમાં સંદીપે કહ્યું કે આ ફિલ્મ સંપૂર્ણપણે મુખ્ય અભિનેતા રણબીર કપૂર પર કેન્દ્રિત છે. ફિલ્મમાં મુખ્ય અભિનેતાને પોલીસ કે વકીલની બહારની મદદ લેવાને બદલે દરેક બાબતનો જાતે સામનો કરતા દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ ફિલ્મમાં એક સીબીઆઈ અધિકારીનો દ્રશ્ય હતો જે રણબીરની વચ્ચે આવે છે. પરંતુ તે દ્રશ્ય પહેલા ભાગમાં ઉપયોગમાં લેવાયું ન હતું અને તેને સિક્વલ માટે રાખવામાં આવ્યું હતું. હવે આ સીબીઆઈ અધિકારી અને રણબીર કપૂરનો સીન ફિલ્મની સિક્વલમાં બતાવવામાં આવશે.

એનિમલ ફિલ્મના 3 ભાગ આવશે

એનિમલની વાત કરીએ તો 2023 માં આવેલી આ ફિલ્મે 917 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર, તૃપ્તિ ડિમરી અને રશ્મિકા મંદન્ના મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા. જ્યારે બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ આ ફિલ્મમાં મુખ્ય ખલનાયકની ભૂમિકામાં જોવા મળ્યો હતો. એનિમલની સિક્વલનું નામ એનિમલ પાર્ક રાખવામાં આવ્યું છે. જોકે, આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કેટલાક અહેવાલો દ્વારા મળતી માહિતી મુજબ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2027માં શરૂ થઈ શકે છે અને ફિલ્મ 2028 સુધીમાં સિનેમાઘરોમાં આવી શકે છે. ફિલ્મના ત્રીજા ભાગની પણ જાહેરાત કરવામાં આવી છે.

  • Follow us on: