મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી (બોલિવૂડ) માટે 1990નો દાયકો દાઉદ ઇબ્રાહિમ, અબુ સાલેમ અને છોટા શકીલ જેવા અંડરવર્લ્ડ ડોનની ખંડણી અને ગોળીબારથી ભરેલો રહ્યો હતો. ગુલશન કુમારની હત્યા અને રાકેશ રોશન પર હુમલા બાદ લાંબા સમય સુધી શાંત રહેલી માયાનગરીમાં ફરી એકવાર અંડરવર્લ્ડનો કાળો ઓછાયો મંડરાઈ રહ્યો છે. આ વખતે કેન્દ્રબિંદુમાં છે જેલના સળિયા પાછળથી આંતરરાજ્ય નેટવર્ક ચલાવતી લોરેન્સ બિશ્નોઈ ગેંગ.

સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગથી શરૂ થયેલો સિલસિલો હવે અન્ય કલાકારો, નિર્માતાઓ અને એક્શન સ્ટાર્સ સુધી પહોંચી ગયો છે. તાજેતરમાં એક્ટર ટાઇગર શ્રોફ સાથે સંકળાયેલા ફાયરિંગ કેસમાં સામે આવેલા ફોરેન્સિક તારણોએ સુરક્ષા એજન્સીઓના કાન સરવા કરી દીધા છે.

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ, ફોરેન્સિક તપાસમાં શું બહાર આવ્યું?

હુમલાના સ્થળેથી એકત્ર કરાયેલા બેલિસ્ટિક અને ભૌતિક પુરાવાઓની ફોરેન્સિક તપાસમાં મહત્વના ખુલાસા થયા છે.ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, હુમલાખોરોએ ટાઇગર શ્રોફની લક્ઝુરિયસ BMW કાર પર ફાયરિંગ કરવા માટે કોઈ આયાતી વિદેશી હથિયાર નહીં, પરંતુ દેશી બનાવટની પિસ્તોલ (કન્ટ્રી-મેડ ફાયરઆર્મ) નો ઉપયોગ કર્યો હતો. કાર પર થયેલા બુલેટ માર્ક્સ દર્શાવે છે કે આ હુમલાનો મુખ્ય હેતુ જીવ લેવા કરતાં વધુ સેલિબ્રિટી અને સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં દહેશત ઊભી કરવાનો અને મેસેજ મોકલવાનો હતો.રાજસ્થાનની કોટા સિટી પોલીસે અતિ સતર્કતા દાખવીને ચાલતી ટ્રેનમાંથી ત્રણ શૂટર્સ (બે હરિયાણા અને એક બિહારના રહેવાસી) ને ઝડપી પાડ્યા છે. તેમની આકરી પૂછપરછમાં સ્થાનિક લેવલે હથિયાર ઉપલબ્ધ કરાવનાર નેટવર્કની વિગતો મેળવાઈ રહી છે.

સલમાન ખાનથી શરૂ થયેલો સિલસિલો

લોરેન્સ બિશ્નોઈએ બોલિવૂડમાં પગપેસારો કરવા માટે વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસને ભાવનાત્મક ઢાલ બનાવી.

ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગ (એપ્રિલ 2024): સલમાન ખાનના ઘર બહાર વહેલી સવારે ફાયરિંગ કરાવીને ગેંગે સાબિત કર્યું કે તેઓ દેશના સૌથી મોટા સુપરસ્ટાર સુધી પહોંચી શકે છે.

ક્લાઉટ અને હાઈપ: બિશ્નોઈ સમાજની ધાર્મિક લાગણીઓને આગળ ધરીને લોરેન્સે ગેંગસ્ટર વર્લ્ડમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો. આ ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષા વધારીને વાય-પ્લસ (Y+) કરવામાં આવી.

નિશાના પર કોણ કોણ? લિસ્ટ સતત કેમ લાંબું થઈ રહ્યું છે?
bollywod

ગેંગે પોતાનું નેટવર્ક માત્ર સલમાન ખાન પૂરતું સીમિત ન રાખતાં મનોરંજન જગતના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તારી દીધું છે.

સિદ્ધુ મૂસેવાલા; મે 2022માં પંજાબમાં ધોળા દિવસે હત્યા- પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર સંપૂર્ણ વર્ચસ્વ

સલમાન ખાન; ઘર બહાર ફાયરિંગ અને સતત ધમકીભર્યા મેઈલ/કોલ્સ -રાષ્ટ્રીય સ્તરે ભય અને સર્વોચ્ચતા સ્થાપવી

રોહિત શેટ્ટી: મોટા બજેટની ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક, બોલિવૂડના પ્રોડક્શન ફાઇનાન્સમાં દખલ અને ખંડણી

કપિલ શર્મા: ભારતનો ટોચનો કોમેડિયન અને ટીવી હોસ્ટ; વિશાળ માસ અપીલ ધરાવતા સ્ટાર્સને ડરાવવા

બી પ્રાક / પવન સિંહ જાણીતા બોલિવૂડ, પંજાબી અને ભોજપુરી સિંગર્સ; મ્યુઝિક શો અને ઇવેન્ટ્સમાંથી પ્રોટેક્શન મની

દિશા પટણી / ટાઇગર શ્રોફ: બોલિવૂડના અગ્રણી યંગ જનરેશન કલાકારો- હાઈ-પ્રોફાઈલ લાઈમલાઈટ અને સેલિબ્રિટીઝમાં અસુરક્ષા

લોરેન્સ ગેંગની મોડસ ઓપરેન્ડી; જૂના અંડરવર્લ્ડ કરતાં આ કેટલું અલગ?

90ના દાયકાના ડી-કંપની મોડલ અને આજના બિશ્નોઈ નેટવર્કમાં સ્પષ્ટ તફાવતો જોવા મળે છે.ગેંગ મોટાભાગે હરિયાણા, પશ્ચિમી યુપી, પંજાબ કે બિહારના ગુનાખોરીમાં નવા પ્રવેશેલા બેરોજગાર યુવાનોને પૈસા કે સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચ આપી રોકે છે. આ શૂટર્સને મુખ્ય બોસ કોણ છે તેની ખબર પણ હોતી નથી.ટાઇગર શ્રોફ કેસમાં સામે આવ્યું તેમ, કસ્ટમ્સ કે સરહદી તપાસથી બચવા માટે સ્થાનિક સ્તરે ઉત્તર ભારતના ગેરકાયદે હથિયાર બજારોમાંથી દેશી પિસ્તોલ કે કટ્ટા મેળવીને ઘટનાને અંજામ આપવામાં આવે છે. લોરેન્સ જેલમાંથી સૂચનાઓ આપે છે, જ્યારે કેનેડા, અમેરિકા કે યુરોપ બેઠેલા ગોલ્ડી બ્રાર અને અનમોલ બિશ્નોઈ સિગ્નલ એપ, વીપીએન અને વર્ચ્યુઅલ નંબરો દ્વારા બધું સંચાલિત કરે છે. એક હાઈ-પ્રોફાઈલ ઘટના બને એટલે બાકીના નિર્માતાઓ, બિઝનેસમેન કે કલાકારો પોલીસમાં ગયા વગર ગુપ્ત રીતે ખંડણી આપવા મજબૂર બને છે.

આ પણ વાંચો: Tiger Shroff ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, છેલ્લી ઘડીએ પિસ્તોલ થઈ જામ, માંડ-માંડ બચ્યો એક્ટરનો જીવ