ગુજરાત સરકારે આજે ડેટા સેન્ટર પોલીસી જાહેર કરી છે. આ નીતિનો હેતુ દેશમાં તથા વૈશ્વિક સ્તરે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે રોકાણ આકર્ષવાનો છે. આ નવી પોલિસી દ્વારા રાજ્યમાં ક્લાઉડ સર્વિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ઈ-કોમર્સ પ્લેટફોર્મ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓને વધુ સક્ષમ અને ગતિશીલ બનાવી શકાશે, ભીષણ ગરમીથી માત્ર માણસો જ નહીં પરંતુ AI પણ હાંફવા લાગ્યું છે.દુનિયાની મોટી ટેક કંપનીઓ આ સમયે ટેન્શનમાં છે.અતિશય ગરમીના કારણે તેમના એઆઈ ડેટા સેન્ટર્સ તબાહ થવાના આરે છે.આ સેન્ટર્સને ઠંડા રાખવા કંપનીઓ માટે મોટો પડકાર બની રહ્યો છે. જાણો કેમ ડેટા સેન્ટર પર આવી આફતના મંડાણ થયા છે?

બ્લેકઆઉટનું જોખમ

AI ડેટા સેન્ટર્સમાં અત્યંત શક્તિશાળી ચિપ્સનો ઉપયોગ કરવામાં આવે છે.જેને ઠંડી રાખવી એ એક મોટો પડકાર છે.આ ડેટા સેન્ટર્સમાં લાખો લીટર પાણીનો ઉપયોગ થાય છે.જો તેમને ઠંડા રાખવામાં ન આવે તો તે બળીને ભસ્મીભૂત થઈ જશે.આ ચિપ્સ ન માત્ર ઝડપથી ગરમ થાય છે પરંતુ તેને ચલાવવા માટે પણ ભારે માત્રામાં વીજળીની જરૂર પડે છે.એક ડેટા સેન્ટરમાં એટલી વીજળી વપરાય છે જેટલી લાખો ઘરોમાં વપરાતી હોય છે.તેવામાં વધી રહેલી ગરમીના કારણે બ્લેકઆઉટનું જોખમ તોળાઈ રહ્યું છે.

deta center 2

ઉનાળામાં શહેરોમાં પણ વીજળીની માંગ વધે છે

એક અહેવાલ મુજબ ડેટા સેન્ટરમાં વપરાતી વીજળીનો લગભગ 40 ટકા હિસ્સો માત્ર ચિપ્સને ઠંડી રાખવામાં વપરાય છે.ખાસ કરીને ગરમ હવામાન અને ઝડપથી થઈ રહેલા આબોહવા પરિવર્તને ડેટા સેન્ટરમાં વીજળીની માંગ વધારી દીધી છે.ઉનાળામાં શહેરોમાં પણ વીજળીની માંગ ખૂબ વધી જાય છે.આવી સ્થિતિમાં પાવરગ્રીડ પાસે ડેટા સેન્ટરને આપી શકાય તેટલી પૂરતી વીજળી બચતી નથી.ગત દિવસોમાં ઇટાલીના ટ્યુરિન શહેરમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જેના કારણે જમીનની અંદર નાખવામાં આવેલી કેબલ ગરમ થઈ ગઈ અને વારંવાર બ્લેકઆઉટ થવા લાગ્યું હતું.

data center

હવામાનનો માર સહન કરી રહેલા ડેટા સેન્ટર્સ

ઝ્યુરિચ ઇન્શ્યોરન્સના રિપોર્ટ અનુસાર આ સમયે વિશ્વના 79 ટકા ડેટા સેન્ટર્સ પર હવામાનના મારનું જોખમ મંડરાઈ રહ્યું છે.માત્ર ગરમી જ નહીં પરંતુ તેજ પવનોથી ડેટા સેન્ટરને થતા નુકસાનને કેવી રીતે ઓછું કરવું, તે ટેક કંપનીઓ માટે મોટો પડકાર બન્યું છે.આ વર્ષે 64 ટકા ટેક કંપનીઓએ પોતાના ડેટા સેન્ટર્સને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં શિફ્ટ કર્યા છે.આ વિસ્તારોમાં ડેટા સેન્ટર્સને અલગ પ્રકારના જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે.ક્યાંક તેજ પવન તો ક્યાંક કરા પડવાના કારણે ડેટા સેન્ટરના કૂલિંગ ટાવર તબાહ થઈ રહ્યા છે.તેવામાં ડેટા સેન્ટરને ઠંડા રાખવા એક મોટો પડકાર બની ગયો છે.

data 3

ટેક કંપનીઓ કેમ ટેન્શનમાં છે?

ભીષણ ગરમી અને ઝડપથી બદલાતા હવામાને ટેક કંપનીઓનું ટેન્શન વધારી દીધું છે. કારણ કે AI ડેટા સેન્ટર સ્થાપવાનો ખર્ચ વધી ગયો છે. કારણ કે તેમાં ક્લાઇમેટ ચેન્જના પરિબળોનો ખર્ચ પણ ઉમેરવામાં આવી રહ્યો છે.તેમણે ડેટા સેન્ટર્સ એવી જગ્યાએ સ્થાપવા પડી રહ્યા છે જ્યાં હવામાનથી થતા નુકસાનનું જોખમ વધારે હોય છે.ગરમીના કારણે શહેરોમાં વીજળીની ભારે માંગ રહે છે જે ડેટા સેન્ટર્સમાં પૂરતા વીજ પુરવઠાને અસર કરી શકે છે.બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં તેજ પવન અને કરા પડવાને કારણે ડેટા સેન્ટરના કૂલિંગ ટાવરને નુકસાન થઈ રહ્યું છે.

ડેટા સેન્ટર

શું છે આનો ઉકેલ?

ગરમી અને હવામાનના અન્ય પ્રકોપથી બચવા માટે માઇક્રોસોફ્ટ અને એનવીડિયા જેવી ટેક કંપનીઓએ ડેટા સેન્ટરની ડિઝાઇનમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. માઇક્રોસોફ્ટ ડેટા સેન્ટર માટે રીઅલ ટાઇમ મોનિટરિંગ અને બેકઅપ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે.જ્યારે એઆઈ ચિપ બનાવતી અગ્રણી કંપની એનવીડિયાએ ડેટા સેન્ટર્સને એવી રીતે ડિઝાઇન કર્યા છે કે તે હવે 45 ડિગ્રી સેલ્સિયસની ગરમીમાં પણ કામ કરશે.આ માટે ખાસ કૂલિંગ લિક્વિડનો ઉપયોગ કરવામાં આવશે.આ વૈકલ્પિક વ્યવસ્થાઓ વીજળીના ખર્ચમાં 4 ટકા સુધીનો ઘટાડો કરી રહી છે.આ વ્યવસ્થાઓ આગામી સમયમાં કેટલી કારગર સાબિત થશે તે આવનારો સમય જ જણાવશે.


આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: શું ભારતે ઈન્ડોનેશિયા સાથે મળીને પકડી ચીનની દુઃખતી નસ? જાણો સબાંગ પોર્ટ દેશ માટે કેમ મહત્વનો છે