ગુજરાતના રાજકારણમાં એક કહેવત બહુ જાણીતી છે કે, "ગાંધીનગરની ગાદીનો રસ્તો અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટામાંથી પસાર થાય છે." 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજુ સમય છે, પરંતુ રાજ્યના ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) અત્યારથી જ આદિવાસી સમાજની વોટબેંકને અંકે કરવા મેદાનમાં ઉતરી પડ્યા છે. ગુજરાતની કુલ વસ્તીના આશરે 14.75% થી 14.8% (89.17 લાખ) જેટલો હિસ્સો ધરાવતો આદિજાતિ સમાજ આગામી ચૂંટણીમાં ખરા અર્થમાં 'કિંગ મેકર' સાબિત થઈ શકે છે.

46 બેઠકોનું અંકગણિત: કેમ આદિવાસી સમાજના મતદારો નિર્ણાયક?

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 27 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે, પરંતુ રાજકીય વિશ્લેષકોના મતે આ પ્રભાવ માત્ર 27 બેઠકો પૂરતો સીમિત નથી. રાજ્યની અન્ય 15 થી 20 (ચોક્કસપણે 19) સામાન્ય બેઠકો એવી છે, જ્યાં આદિવાસી સમાજના મતદારો હાર-જીતનો ફેંસલો કરે છે. એટલે કે, અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લાઓમાં ફેલાયેલી કુલ 46 જેટલી બેઠકો પર આદિજાતિ સમાજનું સીધું વર્ચસ્વ છે. 

આ ઉપરાંત રાજ્યની 26 લોકસભા બેઠકોમાંથી 4 બેઠકો (દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી અને વલસાડ) પણ આદિવાસી સમાજ માટે અનામત છે. આ વિસ્તારોમાં મતદાનની ટકાવારી પણ રાજ્યની સરેરાશ કરતા ઘણી ઊંચી (75% થી 80% સુધી, ખાસ કરીને ડેડિયાપાડા, નિઝર, ડાંગ અને કપરાડામાં) રહેતી હોવાથી તેમનો દરેક મત સત્તાનું સમીકરણ બદલવાની તાકાત ધરાવે છે.'

Explainer: Will Tribal Voters Be Kingmakers in 2027 Gujarat Election?

વસ્તી અને જનજાતિઓનું સામાજિક માળખું

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં 89.17 લાખ આદિવાસી વસ્તીમાં વિવિધ પેટા-જનજાતિઓનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ 47.89% વસ્તી ભીલ સમુદાયની છે. ત્યારબાદ હળપતિ (7.21%), રાઠવા (7.20%), ધોડિયા (7.13%) અને નાયકડા (5.16%) સમાજનો સમાવેશ થાય છે. આ સમાજમાં સાક્ષરતા દર 62.5% છે, અને યુવા મતદારોની વધતી સંખ્યા હવે પરંપરાગત રાજકીય વફાદારીને બદલે સ્થાનિક મુદ્દાઓ અને વિકાસના આધારે મતદાન કરી રહી છે.

Explainer: Will Tribal Voters Be Kingmakers in 2027 Gujarat Election?

2017 થી 2024: કેવી રીતે બદલાયો આદિવાસી પટ્ટાનો રાજકીય નકશો?

પરંપરાગત રીતે ગુજરાતનો આદિવાસી પટ્ટો કોંગ્રેસનો અભેદ્ય ગઢ ગણાતો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 27 ST બેઠકોમાંથી કોંગ્રેસે 15 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને માત્ર 9 બેઠકો મળી હતી, પરંતુ 2020-21ની પેટાચૂંટણીઓ (ડાંગ, કપરાડા અને મોરવા હડફ) માં ભાજપની જીત સાથે પરિવર્તનની શરૂઆત થઈ.

ડિસેમ્બર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો


રાજકીય પક્ષ
2017માં જીતેલી ST બેઠકો
2022માં જીતેલી ST બેઠકો
2022નો વોટ શેર (%)
ભાજપ (BJP)092345.09%
કોંગ્રેસ (INC)150324.85%
આમ આદમી પાર્ટી (AAP)000122.01%
BTP અને અપક્ષ03008.05%

2022માં ભાજપે 27માંથી 23 બેઠકો જીતીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ્દ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી દક્ષિણ ગુજરાતમાં ભાજપ તરફી જુવાળ જોવા મળ્યો, જ્યાં વાંસદા સિવાયની તમામ બેઠકો ભાજપે કબ્જે કરી. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ચારેય ST બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો, જોકે ભરૂચ લોકસભા હેઠળની ડેડિયાપાડા અને ઝઘડિયા બેઠક પર AAPના ચૈતર વસાવાએ લીડ મેળવીને પોતાનો દબદબો સાબિત કર્યો.

Explainer: Will Tribal Voters Be Kingmakers in 2027 Gujarat Election?

2027 માટે ભાજપનો 'બિરસા મુંડા' માસ્ટરસ્ટ્રોક અને 2,300 કરોડની ભેટ

2022ની ઐતિહાસિક જીતને 2027માં જાળવી રાખવા ભાજપે અત્યારથી જ કમર કસી છે. 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી (જનજાતીય ગૌરવ દિવસ) નિમિત્તે ભાજપ અને રાજ્ય સરકારે આદિજાતિ જિલ્લાઓની 54 બેઠકો (જેમાં 27 અનામત બેઠકો સામેલ છે) પર કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના સભ્યો છોટાઉદેપુર અને વલસાડ સહિતના જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં હાજરી આપીને 2,300 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે જિલ્લાઓમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા નથી ત્યાં પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત, સરકારે 'ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદ'ની પુનઃરચના કરી છે, જેના અધ્યક્ષ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા છે, જ્યારે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલને ઉપાધ્યક્ષ અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાને સહઉપાધ્યક્ષ બનાવાયા છે. પરિષદમાં રમેશ કટારા, ડો. જયરામ ગામીત, નિમિષાબેન સુથાર, શૈલેષ ભાભોર, કનૈયાલાલ કિશોરી, મહેન્દ્ર ભાભોર, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા, અભેસિંહ તડવી અને ડો. દર્શના દેશમુખ જેવા દિગ્ગજ આદિવાસી ધારાસભ્યોને સ્થાન આપી સંગઠન અને સરકાર વચ્ચે સંકલન મજબૂત કરાયું છે.

Explainer: Will Tribal Voters Be Kingmakers in 2027 Gujarat Election?

AAPનું 'ન્યાય' કાર્ડ અને ચૈતર વસાવાનો વધતો પ્રભાવ

ભરૂચ અને નર્મદા પટ્ટામાં વર્ષો સુધી પ્રભાવ ધરાવતી છોટુ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) 2022માં શૂન્ય પર સમેટાઈ ગઈ, અને તેનો ખાલી પડેલો અવકાશ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરી દીધો. 2022માં AAPએ 22.01% વોટ શેર મેળવીને કોંગ્રેસના પરંપરાગત મતોમાં મોટું ગાબડું પાડ્યું હતું.

હવે 2027ની તૈયારીના ભાગરૂપે AAPએ આક્રમક રણનીતિ અપનાવી છે. ચૈતર વસાવાના સમર્થનમાં અને આદિવાસી સમાજના હક-અધિકાર માટે તેમના બંને પત્નીઓ દ્વારા અંબાજીથી નીકળેલી 'ન્યાય યાત્રા' પૂર્ણ થયા બાદ ગાંધીનગરમાં 'આદિવાસી ન્યાય મહાસંમેલન' યોજવામાં આવ્યું છે, જેમાં AAPના પ્રભારી સહિતના ટોચના નેતાઓએ હાજરી આપી શક્તિપ્રદર્શન કર્યું છે.

ચતુષ્કોણીય જંગ અને જમીની પડકારો: કોણ મારશે બાજી?

આગામી 2027ની ચૂંટણીમાં આદિવાસી પટ્ટામાં ભાજપ, કોંગ્રેસ, AAP અને BTP એમ ચાર મોરચે જંગ જામવાના એંધાણ છે. કોંગ્રેસ માટે 2017નો ગઢ (ખેડબ્રહ્મા, દાંતા, વાંસદા સિવાયની બેઠકો) પરત મેળવવો એ અસ્તિત્વનો સવાલ છે. બીજી તરફ, ભાજપ સામે સત્તા જાળવી રાખવા ઉપરાંત જંગલની જમીનના અધિકારો, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય અને સ્થાનિક રોજગારી જેવા પાયાના પ્રશ્નો ઉકેલવાનો મોટો પડકાર છે.

જો AAP અને કોંગ્રેસ વચ્ચે મતોનું વિભાજન યથાવત રહેશે, તો તેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે, પરંતુ જો આદિવાસી સમાજ કોઈ એક પક્ષ તરફ એકતરફી ઝુકાવ કરશે, તો 2027માં ગાંધીનગરની સત્તાનું ચિત્ર ચોક્કસપણે બદલાઈ શકે છે.


આ પણ વાંચો: Birsa Munda Jayanti 2026: આદિવાસી પટ્ટાને 2300 કરોડની વિકાસ ભેટ, 15 નવેમ્બરે 54 બેઠકો પર ભવ્ય ઉજવણી