ઉત્તરાખંડની પવિત્ર અને દુર્ગમ હિમાલયની અંદર આવેલી દેવભૂમિમાં અનેક રહસ્યો છુપાયેલા છે.જેમાંથી સૌથી મોટું અને આશ્ચર્યજનક રહસ્ય મા નંદા દેવીની ભવ્ય રાજ જાત યાત્રા સાથે જોડાયેલું છે.દર બાર વર્ષે યોજાતી આ વિશ્વની સૌથી લાંબી અને અટપટી 280 કિલોમીટરની પદ યાત્રાનું મુખ્ય આકર્ષણ અને માર્ગદર્શક એક રહસ્યમય ચાર શિંગડા વાળુ ઘેટાંનું બચ્ચું હોય છે.જેને ઉત્તરાખંડની સ્થાનિક ભાષામાં ચોરસિંગ્યા ખાડું કહેવામાં આવે છે.આ ખાડું ક્યાંથી આવે છે અને યાત્રાના અંતિમ ચરણમાં ક્યાં અદ્રશ્ય થઈ જાય છે તેનું રહસ્ય આજદિન સુધી કોઈ ઉકેલી શક્યું નથી.આવો જાણીએ શું છે આખી ઘટના. 

https://www.instagram.com/reel/DdndtJqAPME/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA%3D%3D

મા નંદાનો દિવ્ય સંદેશવાહક અને પ્રતીક

ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉં ક્ષેત્રમાં માતા નંદા દેવીને પાર્વતીજીનું સ્વરૂપ માનીને અત્યંત શ્રદ્ધાથી પૂજવામાં આવે છે.જ્યારે માતા નંદા પોતાના પિયરથી સાસરે કેસલાહ/હોમકુંડ જાય છે ત્યારે આ મહાકુંભ સમાન રાજ જાત યાત્રાનું આયોજન થાય છે.આ આખી યાત્રામાં આગળ ચાલનાર ચોરસિંગ્યા ખાડું સામાન્ય ઘેટાંથી સાચે જ અલગ હોય છે કારણ કે તેના માથા પર કુદરતી રીતે ચાર શિંગડા હોય છે. લોકમાન્યતાઓ મુજબ આ ચાર શિંગડા વાળુ વિશેષ ખાડું સામાન્ય રીતે કોઈ સામાન્ય ઘેટાંના વડા તરીકે જન્મ લે છે પરંતુ તે મા નંદાનો દિવ્ય સંદેશવાહક અને પ્રતીક માનવામાં આવે છે. 

તેને કોઈ બાંધતું નથી કે કોઈ દોરતું નથી

સૌથી આશ્ચર્યની વાત એ છે કે આખા રસ્તે તેને કોઈ બાંધતું નથી કે કોઈ દોરતું નથી છતાં તે હજારો શ્રદ્ધાળુઓની ભીડ અને અત્યંત ખરાબ હવામાન તેમજ હિમાલયના દુર્ગમ રસ્તાઓ વચ્ચે બિલકુલ મોરચો સંભાળીને સૌથી આગળ ચાલે છે. આ યાત્રાનો અંતિમ પડાવ હોમકુંડ ખાતે આવે છે.જ્યારે યાત્રા અહીં પહોંચે છે ત્યારે તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી આ ચોરસિંગ્યા ખાડુંને મુક્ત કરી દેવામાં આવે છે અર્થાત તેને હિમાલયના ખુલ્લા જંગલો અને બરફાચ્છાદિત શિખરો તરફ જવા માટે એકલું છોડી દેવામાં આવે છે. ઉત્તરાખંડના લોકોનું માનવું છે કે આ સમયે સ્વયં મા નંદા દેવી આકાશમાંથી પોતાની દીકરીને વિદાય આપવા અને આ દિવ્ય ખાડુંને સ્વીકારવા આવે છે.ખાડું હોમકુંડથી આગળ વધીને અચાનક રહસ્યમય રીતે ક્યાંક અદ્રશ્ય થઈ જાય છે તે ક્યાં જાય છે અને જીવિત રહે છે કે હિમાલયની ગુફાઓમાં ઓગળી જાય છે તે આજદિન સુધી એક વણઉકેલ્યો કોયડો છે.

પર્વતરાજ હિમાલયની પુત્રી છે માં નંદા દેવી

મા નંદા દેવીને પર્વતરાજ હિમાલયની પુત્રી અને ભગવાન શિવની અર્ધાંગિની માનવામાં આવે છે.મા નંદા દેવી ઉત્તરાખંડની આરાધ્યા અને હિમાલયની સંરક્ષક દેવી છે. જેને માતા પાર્વતીનું જ સ્વરૂપ માનવામાં આવે છે.તેમને કુમાઉં અને ગઢવાલ ક્ષેત્રોમાં આનંદ આપનારી દેવી તરીકે પૂજવામાં આવે છે.આ સમગ્ર ઉત્તરાખંડની સંસ્કૃતિ અને આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.એવી માન્યતા છે કે નંદા દેવી દર 12 વર્ષે પોતાના પિયર નૌટી ગામ આવે છે.આ અવસર પર કુમાઉં મંડળ નંદા રાજ જાત યાત્રા અંતર્ગત 280 કિમી લાંબી અત્યંત કઠિન પદયાત્રા કાઢવામાં આવે છે.જે હોમકુંડ સુધી જાય છે.મા નંદાની જાત યાત્રા 12 વર્ષ પછી યોજાય છે.મોટી જાતના આયોજન પહેલા જ ક્ષેત્રના ગામોમાં ચોસિંગ્યા ખાડુંનો જન્મ થઈ જાય છે.તેને મા નંદાનો દૂત અને સંદેશવાહક માનવામાં આવે છે.

વિજ્ઞાન અને આસ્થા વચ્ચેનો પ્રશ્ન

જ્યારે વિજ્ઞાન આ ઘટનાને કુદરતી ઉત્ક્રાંતિ કે આનુવંશિક ફેરફાર માની રહ્યું છે.બીજી બાજુ વિજ્ઞાન પણ એ વાતનો જવાબ નથી આપી શકતું કે આ મૂક પ્રાણી હજારો શ્રદ્ધાળુઓ સાથે કોઈપણ માર્ગદર્શન વગર 280 કિમીની લાંબી અને જોખમી સફર કેવી રીતે પાર કરી લે છે અને અંતિમ પડાવ પર પહોંચીને અચાનક કેમ ગાયબ થઈ જાય છે.આજે પણ ઉત્તરાખંડની લોકવાર્તાઓ અને શ્રદ્ધાળુઓની આસ્થામાં આ રહસ્ય અકબંધ છે.ચોરસિંગ્યા ખાડુંનું આંખોથી ઓઝલ થઈ જવું એ માત્ર એક ઘટના નથી પરંતુ માનવીય સમજ અને દિવ્ય શક્તિ વચ્ચેની એક એવી રેખા છે જેને આજદિન સુધી કોઈ વિજ્ઞાની કે સંશોધક ભેદી શક્યો નથી.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : નેશનલ ફિલ્મ એવોર્ડ્સના આયોજનથી ગુજરાતને શું થશે ફાયદો?