દેશમાં વધી રહેલા મોબાઈલના ઉપયોગને લઈને મોટી માહિતી સામે આવી છે. TRAI દ્વારા જાહેર કરવામાં આવેલા ઓગસ્ટ મહિનાના આંકડા મુજબ દેશમાં 55 લાખ નવા મોબાઇલ યુઝર્સ ઉમેરાતા કુલ મોબાઇલ યુઝર્સની સંખ્યા વધીને 1.29 અબજ પર પહોંચી ગઈ છે.જ્યારે બ્રોડબેન્ડ યુઝર્સનો આંકડો 1.10 અબજને પાર કરી ગયો છે.આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં મોબાઇલ કનેક્શન્સનું પ્રમાણ વિશેષ રૂપે વધ્યું છે.જેના પરિણામે ભારતની ઓવરઓલ ટેલિ ડેન્સિટી 95.07 ટકા સુધી પહોંચી ગઈ છે. આજના યુગમાં લોકોમાં સોશિયલ મીડિયાનું વળગણ અને આંગળીના ટેરવે સરળતાથી થઈ જતા કામોને કારણે મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે. તો આવો જાણીએ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કઈ કંપનીમાં કેટલા યુઝર્સનો વધારો થયો છે.
ટેલિફોન કનેક્શન્સની વૃદ્ધિમાં શહેરી વિસ્તારોનું પ્રમાણ વિશેષ
TRAI દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ઓગસ્ટ 2026ના અંતે ભારતમાં કુલ ટેલિફોન ગ્રાહકોની સંખ્યા વધીને 1.36 અબજ પર પહોંચી ગઈ છે.જેનો માસિક વૃદ્ધિ દર 0.47 ટકા રહ્યો છે.આ સમયગાળા દરમિયાન દેશમાં કુલ 55.09 લાખ નવા ટેલિફોન કનેક્શન ઉમેરાયા હતા.ભારતની ઓવરઓલ ટેલિ-ડેન્સિટી 95.07 ટકા થઈ ગઈ છે. જે ટેલિકોમ ક્ષેત્રમાં સતત થઈ રહેલું વિસ્તરણ દર્શાવે છે.દેશમાં મોબાઇલ અને ટેલિફોન કનેક્શન્સની વૃદ્ધિમાં શહેરી વિસ્તારોનું પ્રમાણ વિશેષ રહ્યું છે.ઓગસ્ટ મહિનામાં શહેરી ટેલિફોન ગ્રાહકોની સંખ્યા વધીને 802.28 મિલિયન થઈ ગઈ છે.જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો 558.43 મિલિયન નોંધાયો હતો.શહેરી વિસ્તારોમાં માસિક વૃદ્ધિ દર 0.70 ટકા રહ્યો હતો જે ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ વધુ ઝડપી ગતિ દર્શાવે છે.

ગુજરાતમાં વાયરલેસ સેગમેન્ટ માટે સક્રિય ગ્રાહકો
ગુજરાત ટેલિકોમ સર્વિસ એરિયા (LSA)માં પણ ઓગસ્ટ 2026 દરમિયાન નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે.ગુજરાતમાં વાયરલેસ (મોબાઇલ)ગ્રાહકોની કુલ સંખ્યા વધીને 73,769,655 (લગભગ 7.37 કરોડ)પર પહોંચી ગઈ છે.જેમાં એક જ મહિનામાં 5,46,312 નવા ગ્રાહકોનો વધારો થયો છે.ગુજરાતમાં વાયરલેસ ગ્રાહકોનો માસિક વૃદ્ધિ દર 0.75 રહ્યો છે.જે રાષ્ટ્રીય સરેરાશ કરતા સારો એવો ઊંચો છે.ગુજરાતમાં વાયરલેસ સેગમેન્ટ માટે સક્રિય ગ્રાહકોનો (VLR) દર 95.84 જેટલો સંતોષકારક રહ્યો છે તેમજ વાયરલાઇન (લેન્ડલાઇન/બ્રોડબેન્ડ) ક્ષેત્રે પણ ગુજરાતમાં 30,893 નવા કનેક્શન ઉમેરાયા છે.
ભારતમાં કુલ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 1.10 અબજ
ઓગસ્ટ 2026ના અંત સુધીમાં ભારતમાં કુલ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 1.10 અબજને પાર કરી ગઈ છે.બ્રોડબેન્ડ ક્ષેત્રે રિલાયન્સ જિયો અને ઇન્ફોકોમ લિમિટેડ 48.86 ટકા માર્કેટ શેર સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે ભારતી એરટેલ લિમિટેડ 35.09 ટકા માર્કેટ શેર સાથે બીજા ક્રમે છે.આ ઉપરાંત વોડાફોન આઈડિયા 11.89 ટકા અને બીએસએનએલ 2.53 ટકા માર્કેટ શેર ધરાવે છે.વાયરલેસ (મોબાઇલ)સેગમેન્ટમાં કુલ ગ્રાહકોની સંખ્યા 1.29 અબજ થઈ છે.ઓગસ્ટ મહિનામાં ખાનગી કંપનીઓએ કુલ વાયરલેસ માર્કેટમાં 92.95% હિસ્સો જાળવી રાખ્યો છે.જ્યારે સરકારી કંપનીઓ (BSNLઅને MTNL)નો સંયુક્ત હિસ્સો 7.25% રહ્યો છે. નેટ એડિશનની દૃષ્ટિએ ભારતી એરટેલ અને રિલાયન્સ જિયોએ મોટા પ્રમાણમાં નવા ગ્રાહકો ઉમેર્યા છે. જેમાં એરટેલનો વીરએલઆર (VLR)સક્રિય ગ્રાહકોનો દર સૌથી વધુ 99.01 ટકા નોંધાયો છે.

ભારતમાં સૌથી વધુ 24 લાખથી વધુ ગ્રાહકો Reliance Jio એ મેળવ્યા
ઓગસ્ટ 2026ના મહિનામાં ભારતમાં સૌથી વધુ 24 લાખથી વધુ ગ્રાહકો Reliance Jio એ મેળવ્યા છે. બીજા ક્રમે Bharti Airtel છે જેના ગ્રાહકોમાં 21 લાખથી વધુનો વધારો થયો છે.જરાતમાં વિવિધ કંપનીઓના વાયરલેસ (મોબાઈલ) યુઝર્સમાં વધારો થયો છે. જેમાં Vodafone Ideaની વાત કરીએ તો, જુલાઈ 2026માં 20,116,264 યુઝર્સથી વધીને ઓગસ્ટ 2026 માં 20,324,998 થયા એટલે કે 208,734 યુઝર્સનો સૌથી મોટો વધારો થયો છે. Reliance Jioની વાત કરીએ તો,જુલાઈ 2026માં 33,856,293 યુઝર્સથી વધીને ઓગસ્ટ 2026 માં 34,067,272 થયા છે. Bharti Airtelમાં જુલાઈ 2026માં 15,946,351 યુઝર્સથી વધીને ઓગસ્ટ 2026મા 16,059,429 થયા છે. બીએસએનએલની વાત કરીએ તો જુલાઈ 2026માં 3,304,433 યુઝર્સથી વધીને ઓગસ્ટ 2026 માં 3,317,956 થયા છે.
આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: 1 ઓક્ટોબરથી TV અને AC જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો મોંઘા થશે, જાણો શું છે મુખ્ય કારણ?