વર્ષ 2025 પોતાના છેલ્લા પડાવ પર પહોંચી ચૂક્યુ છે. આ વર્ષ થોડા જ દિવસોમાં પૂરું થશે. 2025 ઓટોમોબાઈલ ઉદ્યોગની ઘણી સોનેરી યાદો સાથે છોડી જશે.જોકે કેટલીક કંપનીઓ અને તેમના મોડલ માટે આ વર્ષ ઘણુ નિરાશાજનક રહ્યુ છે. આવો જાણીએ આ વર્ષની એવી 10 કાર વિશે જે લોકોને થોડી ઓછી પસંદ આવી છે. એટલે કે ફ્લોપ રહી છે.


2025માં ભારતમાં સૌથી ઓછી વેચાણ વાળી 10 કાર

1. Maruti Suzuki Ciaz

2025માં આ સેડાન બજારમાં લગભગ ગાયબ જ રહી. ઘણા મહિનાઓમાં તેની વેચાણ સંખ્યા શૂન્ય અથવા સિંગલ-ડિજિટમાં રહી.

2. Mahindra Marazzo

પહેલી છ મહિનામાં ખૂબ મર્યાદિત વેચાણ સાથે તે ભારતની સૌથી મોટી ફ્લોપ કારોમાં સામેલ રહી. અપડેટ ન મળવાથી ગ્રાહકો દૂર થયા.

3. Citroen e-C3

ઓછી રેન્જ, નબળું નેટવર્ક અને વિશ્વાસની કમીને કારણે આ EV ગ્રાહકોને આકર્ષિત કરી શકી નહીં.

4. Kia EV6

મોંઘી કિંમત અને સીમિત ચાર્જિંગ સપોર્ટને કારણે 2025માં તેના ઘણા મહિનાઓ સુધી વેચાણ શૂન્ય રહ્યું.

5. Honda City Hybrid

ફુલ-હાઇબ્રિડ હોવા છતાં વધુ કિંમતને કારણે આ મોડલ બજારમાં ચાલી શક્યું નહીં.

6. Toyota Vellfire

લક્ઝરી MPV હોવાથી તે બહુ મર્યાદિત ખરીદદારો સુધી જ સીમિત રહી.

7. Jeep Grand Cherokee

બ્રાન્ડની શક્તિ હોવા છતાં કિંમત અને જાળવણી ખર્ચ વધારે હોવાથી તેની વેચાણ સંખ્યા ખૂબ નબળી રહી.

8. Jeep Wrangler

એફ-રોડ SUV હોવા છતાં ભારતમાં તેની ઉપયોગિતા મર્યાદિત હોવાથી તે ખાસ વેચાઈ નહીં.

9. Audi A8L

લક્ઝરી સેડાન સેગમેન્ટ 2025માં ઘટાડામાં રહ્યો અને તેનો અસર A8L પર પણ પડ્યો.

10. BMW 7 Series

વધારે કિંમત અને SUV તરફ ગ્રાહકોના વધતા ઝુકાવને કારણે તેની વેચાણ સંખ્યા અસરગ્રસ્ત રહી અને આ કાર બહુ નથી વેચાઈ.

Disclaimer: આ માહિતી અને સૂચિમાં સામેલ મોડલો વિવિધ રિપોર્ટ્સ, માસિક/ત્રિમાસિક ઓછા વેચાણના આંકડા અને FY2025ના ટ્રેન્ડ્સના આધારે પસંદ કરવામાં આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં આખા વર્ષના આંકડા ઉપલબ્ધ ન હોવાથી તેમને સતત ઓછા વેચાણ અથવા બજારમાં માંગની કમી ધરાવતા મોડલો તરીકે ગણવામાં આવ્યા છે.આ અહેવાલ તમારી જાણ માટે જ છે. સંદેશ ન્યુઝ આની પુષ્ટિ નથી કરતુ.

આ પણ વાંચોઃ બોલીવુડમાં વર્ષ 2025માં આ સેલેબ્સના ઘરે ગુંજી કિલકારી..


  • Follow us on: