2025 માત્ર ફિલ્મોના મામલે જ નહીં, પણ OTTમાં પણ અદભૂત રહ્યું. “છાવા”, “કાંતારા ચેપ્ટર ૧” જેવી ફિલ્મોએ જેમ ધૂમ મચાવી, તેમ વેબ સિરીઝે પણ દર્શકોને મનોરંજનથી ભરપૂર મજા કરાવી છે.થ્રિલર હોય કે કોમેડી, ક્રાઈમ હોય કે ફેમિલી ડ્રામા, દરેક જૉનરમાં કંઈક ખાસ જોવા મળ્યું. વર્ષના અંતે ચાલો જોઈએ કે કઈ 10 વેબ સિરીઝે દર્શકોના દિલ જીતી લીધા.
1. The Bads of Bollywood (Netflix)
આર્યન ખાને દિગ્દર્શક તરીકે કરેલી શરૂઆતને દર્શકો તરફથી જબરદસ્ત પ્રેમ મળ્યો. લક્ષ્ય લાલવાણી, સહેર બામ્બા, બોબી દેઓલ અને મોના સિંહ જેવી કાસ્ટ સાથે શાહરૂખ,સલમાન,આમિર અને રણવીર જેવા સુપરસ્ટાર્સના કેમિયોએ સિરીઝને વધુ ખાસ બનાવી.
2. Salaakaar (Jio Hotstar)
જાસૂસી થ્રિલર પ્રિય દર્શકો માટે ‘સલાકાર’ એક પર્ફેક્ટ ચોઇસ બની. પાંચ એપિસોડની આ સીરિઝમાં નવીન કસ્તુરિયા અને મૌની રોયની જોડીએ રહસ્યનો રંગ વધુ ગાઢ બનાવી દીધો.
3. Bakaiti (Zee5)
ફેમિલી કોમેડી જોવાના શોખીન હોય તો ‘Bakaiti’ જરૂર ગમશે. નોરમલ કોમેડી, ઘરેલું પરિસ્થિતિઓ અને મજેદાર પળોથી ભરેલી આ શ્રેણી આખા પરિવાર સાથે જોવાની છે.
4. Mandla Murders (Netflix)
સસ્પેન્સ-થ્રિલરના ચાહકો માટે આ શ્રેણી એક ટ્રીટ બની. સુરવીન ચાવલા અને વાણી કપૂર અભિનીત આ સીરિઝ સતત ટિ્વસ્ટ અને રહસ્યોથી ભરપૂર છે, જે આઠેય એપિસોડ સુધી તમને જોડી રાખે છે.
5. The Hunt (Sony Liv)
રાજીવ ગાંધીની હત્યાના આધાર પર બનેલી આ ક્રાઈમ થ્રિલર શ્રેણીએ 2025માં ચર્ચાનો મુદ્દો બનાવી દીધો. સાત એપિસોડની આ સિરીઝ રાજકીય ડ્રામાને રોમાંચક રીતે રજૂ કરે છે.
6. Chhal Kapat (Zee5)
લગ્નના રિસેપ્શન દરમિયાન થયેલી હત્યા અને તેની તપાસ પર આધારિત આ મિસ્ટ્રી થ્રિલર મધ્યપ્રદેશના બેકડ્રોપ સાથે ખૂબ જ રિયલ લાગે છે. શ્રિયા પિલગાંવકરનું અભિનય શ્રેણીની ખાસિયત છે.
7. Criminal Justice 4 (Jio Hotstar)
માધવ મિશ્રા ફરી આવ્યા અને ફરી જીત્યા! પંકજ ત્રિપાઠીના શાર્પ અભિનય અને મજબૂત કોર્ટરૂમ ડ્રામા આ સીઝનને પહેલા કરતાં વધુ અસરકારક બનાવે છે.
8. Village Hospital (Prime Video)
‘પંચાયત’ જેવી વાઈબ્સ ધરાવતી આ સિરીઝ ગામડાની સરળતા અને મજેદાર પરિસ્થિતિઓને સુંદર રીતે રજૂ કરે છે. અહીં સચિવની જગ્યાએ ડૉક્ટર મુખ્ય કેન્દ્ર છે અને એ જ તેને અનોખું બનાવે છે.
9. Dupahiya (Prime Video)
દહેજ, બાઇક અને ત્યાર પછીની ચોરાશોરી આ બધાથી બનેલો રસપ્રદ ફેમિલી ડ્રામા. વાર્તામાં રહેલા વળાંકો દર્શકોને હસાવે પણ છે અને વિચાર પણ કરાવે છે.
10. Khakee: The Bengal Chapter (Netflix)
“ખાકી: ધ બિહાર ચેપ્ટર” પછી, બેંગાલ અધ્યાયે પણ દર્શકોને નિરાશ કર્યા વગર એક જબરદસ્ત ક્રાઈમ ડ્રામા બતાવ્યો છે. ઋત્વિક ભૌમિક અને પ્રોસેનજીત ચેટર્જીના પર્ફોર્મન્સે શો ખૂબ જ ધમાકેદાર કર્યો
આ પણ વાંચો : Flashback 2025: પાંચ મુખ્ય રાજકીય ઘટનાઓ જેણે દેશમાં પેદા કર્યો ચર્ચાનો માહોલ, અને બદલી દિશા, જાણો