બોલીવુડ માટે આ વર્ષ મિશ્ર રહ્યું. બોલીવુડની ફિલ્મોનું આ વર્ષમાં સારું પ્રદર્શન રહ્યું. તો પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સહિત અનેક દિગ્ગજ અભિનેતાની વિદાયથી ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડયો. તો કેટલાક સેલેબ્સના ઘરે પારણું બંધાતા ખુશીનો માહોલ છવાયો હતો. જો કે વર્ષ 2025માં સૈયારા અને છાવાએ ઐતિહાસિક રેકોર્ડ તોડ કમાણી કરી. આ વર્ષે એક્શન, રોમાન્સ, કોમેડી, થ્રિલર અને સસ્પેન્સ સહિત દરેક શૈલીની ફિલ્મોને દર્શકોએ આવકાર આપ્યો.
બોક્સ ઓફિસ પર કોઈ હિટ કે તો કોઈ ફલોપ
2025નું વર્ષ હિન્દી સિનેમા અને ફિલ્મ પ્રેમીઓ માટે યાદગાર વર્ષ માનવામાં આવી રહ્યું છે. આ વર્ષે કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી, જ્યારે કેટલીક ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. ફિલ્મોના એકંદરે પ્રદર્શન પર નજર કરીએ તો, વર્ષની શરૂઆત ભલે ધીમી રહી હોય, પરંતુ વર્ષના અંતમાં ફિલ્મોએ સારું પ્રદર્શન કર્યું. આ વર્ષની સૌથી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'છાવા' રહી. અને ત્યારપછી નવા સ્ટારની 'સૈયારા'એ પણ જોરદાર કમાણી કરી. હિન્દી ફિલ્મો અને સાઉથની ફિલ્મોને એક ગુજરાતી ફિલ્મ 'લાલો'એ જબરજસ્ત ટક્કર આપી.
બોલીવુડમાં વર્ષ 2025ની આ છે સુપરહિટ ફિલ્મો
Chhaava: ભારતમાં ₹615 કરોડથી વધુની કમાણી અને વિશ્વભરમાં નોંધપાત્ર કમાણી સાથે એક મોટી સફળતા મેળવી. વિકી કૌશલ અને સ્મૃતિ મંધાનાની આ ફિલ્મે બોક્સઓફિસ છલકાવી દીધી. આ ફિલ્મ બાદથી હિન્દી સિનેમામાં ઐતિહાસિક વિષય પર બનતી ફિલ્મોનો ટ્રેન્ડ આવ્યો.
Saiyaara: આ ફિલ્મે ભારતમાં લગભગ ₹337 કરોડ અને વિશ્વભરમાં ₹500 કરોડથી વધુ કમાણી સાથે બ્લોકબસ્ટર હિટ રહી. આ ફિલ્મમાં બંને કલાકારો નવોદિત છે. અહાનપાંડે અને અનિતા પદ્દા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. યુવાનોને આ ફિલ્મનું ઘેલું લાગ્યું હતું અને ફિલ્મ જોતા ભાવુક થયાના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા.
War 2: વિશ્વભરમાં લગભગ ₹360 કરોડની કમાણી સાથે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ મેળવ્યું. વોર 2 એ 2025 ની ભારતીય હિન્દી ભાષાની એક્શન-થ્રિલર ફિલ્મ છે જેનું નિર્દેશન અયાન મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે અને યશ રાજ ફિલ્મ્સ હેઠળ આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. ઋતિક રોશન અને સાઉથ સ્ટાર એનટીઆરની જોડી લોકોને પસંદ આવી.
Mahavatar Narsimha: ભારતમાં લગભગ ₹248 કરોડ અને વૈશ્વિક સ્તરે ₹300 કરોડથી વધુ કમાણી સાથે ખૂબ જ નફાકારક ફિલ્મ. મહાવતાર નરસિંહા એ ૨૦૨૪ ની ભારતીય એનિમેટેડ મહાકાવ્ય પૌરાણિક એક્શન ફિલ્મ છે જેનું દિગ્દર્શન અશ્વિન કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સુપરહિટ થતા વિવેચકો પણ ચોંકી ગયા હતા.
Raid 2: અજય દેવગણની આ ફિલ્મ 'રેડ'ની બીજી સફળ સિક્વલ ફિલ્મ છે. વિશ્વભરમાં આ ફિલ્મે ₹235 કરોડની કમાણી કરી. આ ફિલ્મમાં ફરી લોકો અજય દેવગણના અભિનયની ભરપૂર પ્રશંસા કરી.
Housefull 5: અક્ષય કુમારની આ હાઉસફુલ 5 એક મોટી હિટ ફિલ્મ માનવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈ સિકવલ ફિલ્મ આટલી સુપરહિટ રહી હોય. આ ફિલ્મે વિશ્વભરમાં ₹292 કરોડથી વધુની કમાણી અને ભારતમાં લગભગ ₹200 કરોડની કમાણી.
Sitaare Zameen Par: આમીરખાનની આ ફિલ્મ બોક્સઓફિસ પર સારી કમાણી કરી. વિશ્વભરમાં લગભગ ₹268 કરોડ અને ભારતમાં ₹166 કરોડ. આમીરખાનને આ ફિલ્મથી જોરદાર વાપસી કરી.
આ પણ વાંચો : Flashback 2025 : બોલીવુડમાં વર્ષ 2025માં આ સેલેબ્સના ઘરે ગુંજી કિલકારી..