2025નું વર્ષ રિયાલિટી શો માટે મનોરંજનથી ભરપૂર રહ્યું. આ વર્ષમાં લોકોએ ચીલા ચાલુ સિરીયલ કરતા રિયાલિટી શોને વધુ પસંદ કર્યા. સલમાન ખાનના બિગ બોસ, અમિતાભ બચ્ચનનો કેબીસી, ઈન્ડિયન આઈડલ કે પછી અશ્નૂર ગ્રોવરનો રાઇઝ એન્ડ ફોલ દર્શકોનું મનોરંજ કરવામાં સફળ રહ્યા. 2025માં રિયાલિટી શોના આ વિજેતાઓની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ. આવો જાણીએ વર્ષ 2025માં કઈ સેલિબ્રિટિએ ફેમ અને ગ્લેમમાં મેદાન માર્યું.
ગૌરવ ખન્ના :
બિગ બોસ 19 ના વિજેતા ગૌરવ ખન્ના સોશિયલ મીડિયામાં સૌથી વધુ લોકપ્રિય થયા. બિગબોસમાં વિજેતા બન્યા બાદ ગૌરવના સ્ટાઇલિશના લુકના ફોટો વધુ શેર થવા લાગ્યા. ગૌરવને સલમાન ખાન તરફથી ચમકતી ટ્રોફી, ₹50 લાખનું રોકડ ઇનામ અને એક લક્ઝરી કાર મળી. 7 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં ગૌરવે પ્રથમ રનર-અપ ફરહાના ભટ્ટ અને બીજા રનર-અપ પ્રણીત મોરેને હરાવીને ટાઇટલ જીત્યું. તેમના શાંત અને સંયમિત વ્યક્તિત્વે દર્શકોના દિલ જીતી લીધા.
માનસી ઘોષ :
રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 15ની વિજેતા માનસી ઘોષએ પોતાના ભાવનાત્મક અને શક્તિશાળી પ્રદર્શનથી ન્યાયાધીશો અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. માનસી ઘોષે પ્રતિષ્ઠિત ટ્રોફી જીતીને ₹25 લાખનું રોકડ ઇનામ અને એક નવી કાર મળી. આ ખિતાબ જીતવા ઉપરાંત માનસી ઘોષને ફિલ્મમાં ગાવાની ઓફર પણ મળી.
આધ્યાશ્રી ઉપાધ્યાય અને સુકૃતિ પોલ :
સોની ટીવીના ડાન્સ રિયાલિટી શો "સુપર ડાન્સર ચેપ્ટર 5" માં આ વર્ષે એક અનોખી જીત જોવા મળી. સુપર ડાન્સર ચેપ્ટર 5માં આ વખતે કોઈ એક નહીં પરંતુ બે લોકોને ટ્રોફી મળી હતી. આધ્યાશ્રી ઉપાધ્યાય અને સુકૃતિ પોલ સુપર ડાન્સર ચેપ્ટર 5ના વિજેતા છે. દર્શકોને બંનેનો ડાન્સ વધુ પસંદ આવ્યો હતો. બંનેનું કામ એટલું શાનદાર હતું કે ન્યાયાધીશ પણ તેમના કામને જજ ના કરી શકયા. બંને વિજેતાઓને ટ્રોફી અને ₹10 લાખનો ચેક મળ્યો.
આ પણ વાંચો : Flashback 2025 : આ વર્ષ અનેક ફેમસ કપલ્સ માટે રહ્યું દુઃખદ, પ્રેમ તૂટ્યો, સંબંધો તૂટી પડ્યા અને દિલ ભાંગ્યા!
ઉર્ફી અને નિકિતા :
કરણ જોહર દ્વારા ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પર હોસ્ટ કરાયેલા સસ્પેન્સફુલ ગેમ શો "ધ ટ્રેટર્સ ઈન્ડિયા" ની પહેલી સીઝનમાં, બે "નિર્દોષ" સ્પર્ધકોએ "દેશદ્રોહીઓ" ને હરાવીને વિજય મેળવ્યો. ઉર્ફી જાવેદ અને નિકિતા લ્યુથરની જોડીએ શો જીત્યો. સાથે મળીને, તેઓએ કુલ ₹70.5 લાખની ઈનામી રકમ જીતી. જુલાઈ 2025 માં યોજાયેલા ફિનાલેમાં, બંનેએ સફળતાપૂર્વક છેલ્લા "દેશદ્રોહી" (હર્ષ ગુજરાલ) ને ઓળખી કાઢ્યો અને તેને મત આપ્યો, જેનાથી તેમની જીત સુનિશ્ચિત થઈ.
અર્જુન બિજલાણી :
અશ્નીર ગ્રોવર દ્વારા હોસ્ટ કરાયેલા OTT રિયાલિટી શો "રાઇઝ એન્ડ ફોલ"નો ખિતાબ ટીવી અભિનેતા અર્જુન બિજલાનીએ જીત્યો. અર્જુને ટ્રોફી અને 28 લાખ રૂપિયા જીત્યા. "પેન્ટહાઉસ વિરુદ્ધ બેઝમેન્ટ" ના આ અનોખા યુદ્ધમાં, અર્જુને "કામદાર" તરીકે શરૂઆત કરી અને તેની વ્યૂહરચના દ્વારા, "શાસક" તરીકે ઉભરી આવ્યો. તેણે ફાઇનલમાં આરુષ ભોલા અને અરબાઝ પટેલને હરાવ્યા.