અમદાવાદ રીવરફ્રન્ટ પરથી સ્યુસાઈડ કરીને પોતાજી જાતને મોતને સોંપી દેતા હોય છે, ત્યારે અમદાવાદ રીવરફ્રન્ટ પર અમદાવાદ ફાયર વિભાગના જવાનો હોય છે અને વર્ષ 2025માં આ જ ફાયર જવાનોએ ઘણી મહિલાઓ અને પુરુષ નદીમાં પડયા હોય છે સ્યુસાઈડ કરવા તો તેમને બચાવી લીધા છે અને સમજાવીને પરિવારને સોંપ્યા છે.
વર્ષ 2025માં અમદાવાદ ફાયર વિભાગે સ્યુસાઈડ કરતા 20 કરતા વધુ પુરુષને બચાવ્યા છે
અમદાવાદ રીવરફ્રન્ટ પરથી નદીમાં કૂદીને મોત વ્હાલું કરતા હોય છે, પરંતુ રાઉન્ડ ધ કલોક બોટ પેટ્રોલિંગ પણ ફાયરના જવાનો કરતા હોય છે, ત્યારે વર્ષ 2025 દરમિયાન અમદાવાદ ફાયર વિભાગના જવાનોએ 20 કરતા વધુ પુરુષને આપઘાત કરતા બચાવ્યા છે, તો 100 જેટલા મૃત પુરુષના મૃતદેહને બહાર કાઢયા છે.
વર્ષ 2025માં અમદાવાદ ફાયર વિભાગે સ્યુસાઈડ કરતી 10 કરતા વધુ મહિલાને બચાવી છે
વર્ષ 2025માં અમદાવાદ ફાયર વિભાગે આપઘાત કરવા પહોંચેલી 10 કરતા વધુ મહિલાઓને બચાવી લીધી છે, તો 28 મહિલાના મૃતદેહને બહાર કાઢયા છે, વર્ષ દરમિયાન ફાયર વિભાગને આપઘાતને લઈ 150 કરતા વધુ કોલ મળ્યા છે.
લોકોએ હવે રીવરફ્રન્ટને સ્યુસાઈડ પોઈન્ટ બનાવી દીધો છે !
પહેલા લોકો બ્રિજ પરથી કૂદીને આપઘાત કરતા હતા, પરંતુ કોર્પોરેશને બ્રિજ પર ઝાળી લગાવી દીધી હોવાથી લોકો રીવરફ્રન્ટના વોક વે પરથી આપઘાત વધુ કરે છે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે, ફાયર બ્રિગેડને જંપલાવાના કોલ ઓછા અને બોડી તરતી હોય તેવા મેસેજ વધારે મળે છે, તો બીજી તરફ ફાયર બ્રિગેડની બોટ રેસ્ક્યુ ટીમ પેટ્રોલિંગ કરે છે અને ફૂટ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ પણ કરે છે, તો આ પેટ્રોલિંગમાં કોઈ એવું લાગે કે ગુમસુમ બેઠું છે કે રોઈ રહ્યું છે કે ઝગડે છે. તો કાઉન્સિલિંગ કરી સમજાવીને મોકલી આપે છે, એવું લાગે કે મેટર ગંભીર છે તો પોલીસ અથવા 181અભિયમને પણ ફાયર વિભાગની ટીમ જાણ કરતી હોય છે.
સૌથી વધારે પુરુષના મૃતદેહ મળી આવે છે
મહત્વની વાત તો એ છે કે, વર્ષ 2014થી વર્ષ 2025 દરમિયાનની વાત કરીએ તો સરેરાશ પુરુષના મૃતદેહ સૌથી વધારે મળી આવ્યા છે, ત્રણ-ત્રણ પાળીમાં રિવરફ્રન્ટ વોક-વેની પૂર્વ અને પશ્ચિમ બાજુએ ગાર્ડ પણ ફરજ બજાવી રહ્યાં છે. સાબરમતી નદીમાં આપઘાતના પ્રમાણ વધતા સરકારે તકેદારીના પગલા લેવાના ભાગરૂપે વર્ષ 2018માં તમામ બ્રીજ પર ઝાળી લગાવી દીધી છે ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ ટીમ પણ નદીમાં તહેનાત કરાઇ હતી. જોકે જેણે સ્યુસાઇડ કરવાનો નિર્ણય લઇ લીધો છે તે કોઇપણ રીતે પોતાના જીવનને ટુંકાવીને મોતને વ્હાલું કરે છે.
સાબરમતી નદીમાં સરેરાશ મહિને 15 લોકો આપઘાત કરતા હોવાનું તારણ સામે આવ્યું છે
સુસાઇડ પોઈન્ટ બની ગયેલી સાબરમતી નદીમાં છેલ્લા પાંચેક વર્ષ દરમ્યાન 700 જેટલા લોકોએ ઝંપલાવ્યું હતું. જેમાંથી ફાયરની રેસ્ક્યુ ટીમે 153 લોકોને જીવિત બહાર કાઢી નવજીવન બક્ષ્યું છે. આ બનાવોને રોકવા માટે ઘરનું વાતાવરણ હળવું રાખવું અને અવેરનેસ પ્રોગ્રામ કરવા જરૂરી હોવાનું મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં PMJAYમાં ગેરરીતિ આચરતી 8 હોસ્પિટલને આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ, દર્દીના પરિજનો દ્વારા ફરિયાદ કરાતા કાર્યવાહી કરાઈ