રાજ્ય સરકાર દ્વારા 2025માં રાજ્યના 9 શહેરોને મહાનગરપાલિકા બનાવાઇ છે અને ત્યાં સ્ટાફ અને અધિકારીઓની નિમણૂક કરીને કામગિરી પણ શરુ કરી દેવાઇ છે. 2025ના વર્ષમાં આ 9 શહેરોના રહિશોને શહેરી ઇન્ફ્રાસ્ટ્રકચરનો લાભ અને સુવિધા મળવાનું શરુ થઇ ગયું છે
9 નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપગ્રેડ કરવા માટે મંજૂરી
2025ની 1લી જાન્યુઆરીએ જ રાજ્ય સરકારે નવા વર્ષના પહેલા દિવસે બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં 9 નવી મ્યુનિસિપલ કોર્પોરેશનોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં, ગુજરાતમાં નવ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપગ્રેડ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
આ 9 શહેરો બન્યા મહાનગરપાલિકા
9 નવા મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ તથા મોરબીનો સમાવેશ થાય છે.
કુલ સંખ્યા હવે વધીને 17 થઈ ગઈ
પહેલાં રાજ્યમાં આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો છે, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. જોકે, રાજ્ય સરકારે નવ નવા મ્યુનિસિપલ કોર્પોરેશનોને મંજૂરી આપતાં, કુલ સંખ્યા હવે વધીને 17 થઈ ગઈ છે.
શહેરી જીવન સુવિધાઓ વધારવા માટે એક જ દિવસમાં કુલ 1,000.86 કરોડ મંજૂર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી જીવન સુવિધાઓ વધારવા માટે એક જ દિવસમાં કુલ 1,000.86 કરોડ મંજૂર કર્યા હતા. આ ફાળવણીથી સાત મ્યુનિસિપલ કોર્પોરેશનો, ત્રણ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળો અને 'C' અને 'D' શ્રેણીઓમાં સમાવિષ્ટ 17 નગરપાલિકાઓને ફાયદો થશે.
તાલુકા વધવા લાગ્યા અને વસ્તી વધવા લાગી
ગુજરાતનો વિકાસ દિવસેને દિવસે થઈ રહ્યો છે,જેમાં તાલુકા વધવા લાગ્યા અને વસ્તી વધવા લાગી તેમ સરકાર પણ નિર્ણય લઈ રહી છે.નવી કોર્પોરેશન બનશે એટલે વિવિધ વિકાસશીલ પાયાની જરૂરીયાતો પણ પૂર્ણ થશે
આ પણ વાંચો---- Ambaji પથ્થમારાની ઘટનામાં PI આર.બી. ગોહિલને કાનમાં તીર વાગતા બેભાન, હાલત ગંભીર