અમદાવાદ શહેર પોલીસ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર વિસ્તારમાં કેટલાક અજાણ્યા ઈસમોએ પ્રથમથી જ ગુનાહિત કાવતરુ રચી ફરીયાદીને અલગ-અલગ લોભામણી લાલચો આપી શેર બજારમાં જુદા-જુદા શેરોમા રોકાણ કરવાની ટિપ્સ આપી તેમને મોટો નફો કરાવી આપશે. તેવી લોભામણી લાલચો આપી ફરીયાદીને બનાવટી એપ્લીકેશન માં ખાતુ ખોલાવી તેના મારફતે શેર બજારમાં ટ્રેડીંગ કરાવી તેમા ખોટી રીતે નફો બતાવી ફરીયાદીને શેરબજારમાં રોકાણ કરવાના બડાને અલગ-અલગ બૅન્ક એકાઉન્ટમા કુલે રૂપીયા 59,06,754/- ભરાવી તેમની સાથે છેતરપીડી કરનાર પાંચ આરોપીને પકડી પાડેલ.
ડમી બેંક એકાઉન્ટ ખોલાવી ફ્રોડ
આધાર કાર્ડમાં સરનામા બદલતી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્નાટક વગેરે રાજ્યોમાં બેંક ખાતા ખોલાવી ચાઈનીઝ ગેંગના એકાઉન્ટ પુરા પાડતી રાજસ્થાનની ગેંગના 11 આરોપીઓને પકડી પાડી તેમના પાસેથી ફોન, આધાર કાર્ડ પાનકાર્ડ, આર.સી બુક, ચેક બુક નં-2 બેંક પાસ બુક નં-10, એ.ટી.એમ. ડેબિટ કાર્ડ -43, સીમ કાર્ડ - 15 તથા પોર્ટેબલ નં-1, ડાયરીસ નં-7 કબજે કરતી અમદાવાદ સાયબર ક્રાઈમ.
PAYTM સાઉન્ડ બોક્સ
અમદાવાદ શહેર મા ઉપરોક્ત ગુજરાત ના અલગ-અલગ જીલ્લાઓ તેમજ શહેરમાં જઈ પે-ટીએમ સાઉન્ડ બોક્ષ મશીન ધરાવતા દુકાનદારોને પે-ટીએમ કંપનીમાંથી આવતા હોવાની ખોટી ઓળખ આપી પે-ટીએમ સાઉન્ડ બોક્ષ મશીનો માસીક ચાર્જ આવેલ છે. તે ડાલમાં રૂપીયા એક અથવા ફ્રી થઈ ગયેલ હોવાનુ જણાવી દુકાનદારોને વિશ્વાસમાં લઈ ત્યારબાદ તેમના બેન્ક એપ્લીકેશનથી પોતાના જ પે-ટીએમ સ્કેનરમાં રૂપીયા એક ટ્રાન્સફર કરવાનુ કહી બેન્કીંગ એપ્લીકેશનનો પીન જાણી લેતા ત્યારબાદ દુકાનદાર ના મોબાઈલ માં ફોન માંથી પે-ટીએમ રિક્વેસ્ટ અંગેની ઈમેઈલ કરવાનુ કહી મોબાઈલ લઇ દુકાનદાર ના મોબાઈલ ફોનથી બેન્કની એપ્લીકેશન દ્રારા નાણા ટ્રાન્સફર કરી લઈ ટ્રાંજેકશન ના મેસેજ ડિલીટ કરી દેતા અથવા તો ગેમીંગ એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરી છેતરપીડી કરતા ઇસમોને જબ્બે કરતી સાયબર ક્રાઈમ.
ગોપનીયતાનો ભંગ કરતા મહિલા દર્દીના વીડિયો મામલે સાઈબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહી
અમદાવાદ શહેરની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. જ્યાં યૂ-ટયુબ ચેનલ પર એક શંકાસ્પદ સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યું, જેમાં હોસ્પિટલ જેવી જગ્યા, સ્ત્રી દર્દી અને નર્સો જોઈ શકાય છે. વીડિયોમાં મહિલાને સ્ટ્રેચર પર સુવડાવીને ઇન્જેક્શન આપતી ઘટના દર્શાવવામાં આવી છે. આવા સ્પર્શક દ્રશ્યો સોશ્યલ મિડિયામાં અપલોડ કરવાથી સ્ત્રીની ગોપનીયતાનો ગંભીર ભંગ થયો છે. ગુજરાત સાઈબર ક્રાઈમ ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને વીડિયો અપલોડ કરનાર 6 ઈસમોની ઓળખ કરી બે અલગ અલગ ટીમો મોકલી મહારાષ્ટ્રના લાતુર અને સાંગલી જિલ્લામાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી આ તમામ 6 આરોપીઓને અટકાયત કરવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. ગુજરાત સાઈબર ક્રાઈમ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહિલાઓની ગોપનીયતા સાથે ચેડાં કરનાર કોઇપણ વ્યક્તિને બક્ષવામાં નહિ આવે.
આ પણ વાંચો : Gandhinagar News : સરકાર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટના, હરણી દુર્ઘટના જેવી વિવિધ સંકટની ઘડીમાં લભાર્થીના પરિવારોને ઝડપથી વીમા કવચની ચૂકવણી કરાઈ