કોલ્ડપ્લેના અમદાવાદમાં 25-26 જાન્યુઆરી, 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા કોન્સર્ટમાં આપી હતી. જે ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ટિકિટેડ કોન્સર્ટ ડતો. પોલીસે આટલી મોટી ભીડનું સંચાલન કરવા માટે ની અમદાવાદ શહેર પોલીસે વ્યાપક અને કાર્યક્ષમ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ કોન્સર્ટમાં 1,34,000થી વધુ લોકોએ હાજરી ખુબ જ સરાહનીય અને સંકલન પૂર્વક કામગીરી કરવામાં આવી હતી.

પોલીસ જવાનોની તૈનાતી

હજારો પોલીસ કર્મચારીઓ, અધિકારી જેમાં ટ્રાફિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, અને સ્થાનિક પોલીસનો સમાવેશ થતો હતો, તેમને સ્ટેડિયમની અંદર અને બહાર તેમજ શહેરના મુખ્ય માર્ગો પર તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિશેષ ટાસ્ક ફોર્સ અને ક્વિક રિસ્પોન્સ ટીમો પણ તૈનાત હતી. કોન્સર્ટના દિવસોમાં શહેરમાં ટ્રાફિકનું સરળ સંચાલન કરવા માટે વિશેષ ટ્રાફિક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. સ્ટેડિયમની આસપાસના માર્ગો પર બેરિકેડ્સ અને ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કોલ્ડપ્લે કોન્સર્ટમાં અમદાવાદ પોલીસનું સ્માર્ટ મેનેજમેન્ટ

સ્ટેડિયમમાં પ્રવેશતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી, જેમાં મેટલ ડિટેક્ટર, ડોર ફ્રેમ ડિટેક્ટર દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું અને બેગ ચેકઇન્ગ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, CCTV કેમેરા અને ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી. ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ટિકિટેડ કોન્સર્ટ સાબિત થયો. આવી વિશાળ જનમેદનીનુ શિસ્તબદ્ધ સંચાલન અને સુરક્ષિત આયોજન કરવાનું દાયિત્વ અમદાવાદ શહેર પોલીસ પર હતું-અને તેમણે એ કામને સુવ્યવસ્થિત રીતે નિભાવ્યું.

2500થી વધુ પોલીસ અધિકારી તથા જવાનોનું મેડિકલ-ટ્રેઈન્ડ તૈનાતી દળ

ટ્રાફિક, ક્રિમીનલ ઇન્ટેલિજન્સ, રિઝર્વ પોલીસ અને મહિલા દળ સહિત અનેક યુનિટ્સનું સંકલિત સંચાલન

ડ્રોન અને આઈ.ટી. નેટવર્ક દ્વારા રિચલટાઈમ મોનિટરિંગ

સ્ટેડિયમની અંદર અને બડાર, ખાસ કરીને એન્ટ્રી-એઝિટ પોઇન્ટ્સ અને પાર્કિંગ ઝોનમાં સતત દેખરેખ રાખવામાં આવી

મોબાઈલ કમાન્ડ અને કંટ્રોલ વાન તથા CCTV સિસ્ટમ

200થી વધુ CCTV કેમેરાઓ અને રિયલટાઈમ ફીડ સાથે સ્ટ્રોંગ મોનિટરિંગ સેટઅપ

ટ્રાફિકનું અનુપમ મેનેજમેન્ટ

ખાસ રૂટ ડાયવર્ઝન, પેડેસ્ટ્રિયન ઝોન, VIP મૂવમેન્ટ માટે અલગ માર્ગ અને ઓનલાઈન ટ્રાફિક અપડેટ્સ

મહિલાઓ અને પરિવાર માટે સલામત વાતાવરણ

ખાસ મહિલા પોલીસ સ્ટાફ, હેલ્પ ડેસ્ક અને સિક્યુરિટી ચેકપોસ્ટ સાથે સ્પેશિયલ કેમ્પ.

પોલીસ કમિશનર અને તેમની ટીમે સ્થાનિક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ, ફાયર વિભાગ, મેડિકલ સેવા તથા મેટ્રો અને BRTS વિભાગ સાથે સહકાર પૂર્વક પૂર્ણ સમન્વય સાધી, સમગ્ર કોન્સર્ટને એક સફળ અને યાદગાર અનુભવ બનાવ્યો. આ આયોજનને દેશભરના અનેક મહાનુભાવોએ X પર ટ્વીટ્સ દ્વારા ખૂબ વખાણ્યાં, જેમાં ગુજરાતના હોદ્દેદાર અધિકારીઓ, યુનિવર્સિટીના ચાન્સેલરો, સેલિબ્રિટીઓ અને નેશનલ મિડિયા ડાઉસીસના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ પ્રશંસાએ અમદાવાદ પોલીસના વ્યવસ્થાપનને રાષ્ટ્રીય સ્તરે એક રોલ મોડેલ તરીકે સ્થાપિત કર્યું છે.


આ પણ વાંચો : Viramgam News : વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર ટ્રકના ડ્રાઈવરે રોંગ સાઈડ ટ્રક ચલાવી સર્જયો અકસ્માત, 2ના ઘટના સ્થળે મોત