પૂરપાટ ઝડપે ટ્રકચાલકે બાઈટને ટક્કર મારી અને રામછાપરી- વિઠ્ઠલાપરા ગામ પાસે અકસ્માત સર્જાયો છે, અકસ્માત સર્જી ચાલક ટ્રક મૂકીને થયો ફરાર, તો ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટયા હતા અને યુવાનોને સારવાર મળે તે પહેલા તેમના મોત થયા હતા. તો પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
વિરમગામ હાઇવે પર અકસ્માતમાં મોતની ઘટના
વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર અકસ્માતમાં 2 યુવકોના મોત થયા છે અને વિરમગામ હાઇવે પર રામછાપરી- વિઠ્ઠલાપરા ગામ વચ્ચે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, પુર ઝડપે ચાલતા આઇસર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધા હતા અને યુવાનો પર ટાયર ફરી વળતા તેમનું મોત થયું છે. મોડી રાત્રે આ ઘટના બની હોવાની વાત છે.
