માદક દ્રવ્યોનો નવો રસ્તો, રમકડા અને ચોકલેટની આડમાં ગુજરાત સુધી પહોંચી રહેલી નશાની ઝેરી લહેર ઈન્ટરનેટ અને સામાજિક માધ્યમો-જેમણે દુનિયાને નજીક લાવી છે, આજના યુગમાં તે જ માધ્યમનો દુરુપયોગ કરીને આંતરરાષ્ટ્રીય માફિયા દ્વારા માદક દ્રવ્યોનું ઘાતક જાળ બનાવવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં ગુજરાત રાજ્યમાં એવી ચિંતાજનક પ્રવૃત્તિ સામે આવી છે, જેમાં અમેરિકા (U.S.A), કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી રમકડા, પૈક ફૂડ, ચોકલેટ તેમજ અન્ય નિર્દોષ લાગતી વસ્તુઓની આડમાં હાઈબ્રિડ ગાંજો, એમ.ડી. ડ્રગ્સ તથા ચરસ જેવા ઘાતક નશીલા પદાર્થો ગેરકાયદેસર રીતે ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્યની તકેદારી
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે નશા મુક્ત અમદાવાદ અભિયાન અંતર્ગત વ્યાપક જગ્યાએ તપાસની કામગીરી હાથ ધરી છે અને તાજેતરમાં કુલ રૂ. 3,45,25,000/- કરતા વધુ મૂલ્યના ડાઈબ્રિડ ગાંજા, એમ.ડી. ડ્રગ્સ તથા ચરસનો જથ્થો કબજે કરીને અનેક આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જાન્યુઆરી/ફેબ્રુઆરી 2025ના મહીનાઓ દરમિયાન NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સેસ) ગુનાઓના અગાઉ દાખલ થયેલા કેસોનું અભ્યાસ કર્યા બાદ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 70 થી વધુ ડ્રગ્સ પેડલરોની ઓળખ કરવામાં આવી છે. તેમની પૂછપરછ ફોર્મ અને દરેક પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવી છે.













