બનાસકાંઠાની ફેક્ટરીમાંથી લાખો રુપિયાનું શંકાસ્પદ ઘી મળ્યું છે અને અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થયો હતો, અગાઉ આ જ ફેક્ટરીમાંથી 35 લાખનું ઘી મળ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેકટરીને સિલ કરી છે અને ઘીના નમૂના એફએસેલમાં મોકલી આપ્યા છે, હવે તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું.
પાલનપુરની ચંડીસર જી.આઇ.ડી.સીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મોડી રાત્રે દરોડા
શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી સામે આવી છે, અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થયો હતો અને ફેક્ટરીમાં લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે, ફૂડ વિભાગે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથધરી છે, અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું હતું.
કઈ રીતે ચેક કરી શકાય કે ઘી અસલી છે કે નકલી
ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.









