પતિએ 7 જેટલા છરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી અને પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કરતા ચકચાર મચી હતી, પતિએ ઝેરી દવા પી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. વેરાવળ તાલુકાના ડારી ગામે આજે સવારે પારિવારિક વિવાદમાં આઠ મહિનાથી પિયર રિસામણે રહેલી ૪૨ વર્ષીય પત્નીની તેના તાંતીવેલાના પતિએ છરીના ૮ ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી તેની બાઈક અને હથિયાર ફેંકીને નાસી છૂટ્યો હતો.
પરિણીતાએ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે
તાંતીવેલા ગામના પતિ-પત્ની વિનોદ સોમાભાઈ ધોળીયા અને હીનાબેન ઉર્ફે ચંપાબેન ધોળીયાના ૨૦૦૨માં લગ્ન થયેલા અને તેમના બે પુત્રો એક ૨૧ વર્ષીય અને બીજો ૧૯ વર્ષિય રાજકોટ કામ કરે છે. દંપતી વચ્ચે ઘણા સમયથી પારિવારિક કલેશ ચાલી રહ્યો હતો જેમાં વિનોદભાઈ શારીરિક માનસિક ત્રાસ અને ચારિત્ર્ય અંગે શંકા કરતો હોય તે ત્રાસથી કંટાળીને હીનાબેન આઠ માસ પહેલા ડારી પિયરે રિસામણે હતા અને સિલાઈ કામ કરતા હતા તેમણે વિનોદભાઈ સામે મહિલા પોલીસમાં અને ભરણપોષણનો કેસ પણ નોંધાવ્યો હતો.













