ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ખીરધાર ગામમાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી પર જિલ્લા તંત્ર દ્વારા મોટી તવાઈ ઉતારવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના કડક માર્ગદર્શન હેઠળ તાલાલા સર્કલ ટીમે રાત્રિના સમયે ઓચિંતી રેડ પાડીને લાઈમસ્ટોનની થતી ખનીજચોરીનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખીરધાર ગામના સર્વે નંબર 44/1 માં કોઈપણ પ્રકારની કાયદેસર મંજૂરી વિના મોટા પાયે લાઈમસ્ટોનનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું.


દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

તંત્રની ટીમે રાત્રિના સમયે કાર્યવાહી કરીને ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનો અને વાહનોને જપ્ત કર્યા હતા. આ રેડ દરમિયાન તંત્ર દ્વારા રૂપિયા1.5 કરોડની કિંમતના ત્રણ હિટાચી મશીન અને બે ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનીજચોરીમાં ઉપયોગમાં લેવાયેલા તમામ મશીનો અને ડમ્પરોને સીઝ કરીને તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જે ગીર સોમનાથમાં ખનીજ ચોરી રોકવા માટે તંત્રની સક્રિયતા દર્શાવે છે. આ ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો - Gir Somnath News: તાલાલામાં ધરા ધ્રુજી , 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભયનો માહોલ



  • Follow us on: