ગીર સોમનાથમાં ઘણા ફાર્મ હાઉસ આવેલા છે. જેમાંથી ઘણા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા છે. આવા ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીરમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા 10 ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યા છે. ભોજદે ગીરમાં 10 ફાર્મ હાઉસ સીલ કરવાના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ માટે તાલાલા મામલતદાર સહિતની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.


વર્ષ 2014માં પણ ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યા હતા

વન વિભાગની NOC વિના આ ફાર્મ હાઉસ ચાલતા હતા. ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે કલેક્ટર દ્વારા આ મામલે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં ફાર્મ હાઉસ, રિસોર્ટ ગેરકાયદેસર હોવાનું ખૂલ્યું હતું, જે કારણે આ એકમો સીલ કરવામાં આવ્યા છે. તંત્રની ક઼ડક કાર્યવાહીના પગલે ફાર્મહાઉસ અને રિસોર્ટ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2014માં પણ ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યા હતા.આ કડક કાર્યવાહી છતા અનેક ફાર્મહાઉસ ફરી ધમધમવા લાગ્યા છે.

 NOC વિના ફાર્મ હાઉસો ધમધમતા હતા

ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીની આગેવાનીમાં ગેરકાયદેસર ફાર્મ હાઉસ અને રિસોર્ટ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ફાર્મ હાઉસ બિનખેતી તેમજ વન વિભાગની NOC વિના ફાર્મ હાઉસો ધમધમતા હતા. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટેના આદેશના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સર્વેમાં મોટા ભાગના ફાર્મ હાઉસો અને રિસોર્ટ ગેરકાયદે ધમધમતા હોવાનું સામે આવ્યું છે.

ફાર્મ હાઉસોના રૂમો, રસોડા સહિત બાંધકામોને સીલ મારવાની કામગીરી

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના આદેશના પગલે આજે ભોજદેગીરમાં ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ફાર્મ હાઉસોના રૂમો, રસોડા સહિત બાંધકામોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. તાલાલા મામલતદાર સહિતની ટીમ આ કાર્યવાહીમાં જોડાઈ છે.


આ પણ વાંચો - EPFO: શું તમે પણ વચ્ચે PFની રકમ ઉપાડી છે? હવે આ રીતે કેલ્ક્યુલેશન થશે પીએફ પર મળતુ વ્યાજ



  • Follow us on: