રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જે કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભૂકંપના આંચકા ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટલ સ્કેલ પર 3.3 ની મપાઈ છે. ભૂકંપના આચકાઓના સમાચારથી સ્થાનિક લોકોમાં ફફડાડ ફેલાયો છે.


બપોરે 1.05 કલાકે અનુભવાયા ભૂકંપના આંચકા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં 3.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ ભૂકંપના આંચકા બપોરે 1.05 કલાકે અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું હતું. આ ભૂકંપના આંચકામાં કોઈ જાનમાલનું નુકસાન નોંધાયું નથી. ભૂકંપના આંચકા આવતા સરકારે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.


આ પણ વાંચો - Bhavnagar News: બેરોજગારીએ લીધો યુવકનો ભોગ, દેશ અને રાજ્યમાં કેટલા લોકોએ કરી આત્મહત્યા?



  • Follow us on: